મસૂરી હિલ સ્ટેશન પર વહિવટી તંત્રે નવો નિયમ બનાવ્યો
દહેરાદુન, દહેરાદુનના ડીએમ ડો આર રાજેશ કુમારે જણાવ્યું કે કોરોનાના વધી રહેલા કેસોની વચ્ચે પ્રતિબંધો વધારવામાં આવી રહ્યાં છે હવે વીકેન્ડમાં ફક્ત ૧૫,૦૦૦ લોકોના પ્રવેશને મંજૂરી છે. પ્રવાસીઓએ ૭૨ કલાક પહેલા આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ લાવવો જરુરી છે.
દહેરાદુનના ડીએમ ડો આર રાજેશ કુમારે કહ્યું કે મસૂરીમાં થતી ભીડ અટકાવવા માટે તંત્ર દ્વારા આ ર્નિણય લેવાયો છે. પ્રવાસીઓએ સાથે કોરોના નેગેટિવ રિપોર્ટ પણ લઈ જવો પડશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં ઉત્તરાખંડના નૈનિતાલમાં કોરોનાના એવાય ૨’ .ડેલ્ટા પ્લસ વેરિયન્ટની પુષ્ટિ થઈ છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટની તપાસ માટે જુલાઇમાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલને મોકલવામાં આવેલા ૧૫ નમૂનાઓમાંથી ત્રણ નમૂનામાં ઉપ-વેરિઅન્ટ એવાયુ ૨’ ની હાજરીની પુષ્ટિ થઈ હતી. જાેકે દર્દીઓ ચેપમાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે. એસએઆરએસ સીઓવી-૨ વાયરસનું પરિવર્તિત સ્વરૂપ કોઈપણ નમૂનામાં મળ્યું નથી, જિલ્લા આરોગ્ય અધિકારીઓએ માહિતી આપી.HS