Western Times News

Gujarati News

મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રમુખ પદે ગૌરાંગભાઈ ભગતની વરણી

(પ્રતિનિધિ) અમદાવાદ, મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રમુખ તરીકે ગૌરાંગભાઈ રામપ્રસાદ ભગતની ત્રણ વર્ષ માટે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. બીજી તરફ ર૦રરથી ર૦રપની મેનેજીંગ કમિટીની ર૧ સભ્યોની સર્વાનુમતે નિમણુક થયેલ છે.

ચૂંટણીની દરેક પ્રક્રિયાપૂર્ણ થયા બાદ પ્રમુખની વરણી મેનેજીંગ કમિટીના સભ્યો ધ્વારા સર્વાનુમતે કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્ર કે સમાજ પર જયારે કોઈપણ આફત-મુસીબત આવે ત્યારે મસ્કતી કાપડ મહાજન હંમેશા પડખે આવીને ઉભુ રહયુ છે.

કોવિડ કાળના સમયમાં મહાજન તરફથી મુખ્યમંત્રી ફંડમાં ૧ કરોડ પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ સિવાય કાપડ વહેપારીઓ સાથે થયેલા ફોડના કેસમાં એસ.આઈ.ટી.ની રચના અંગેની રજુઆત કરીને વહેપારીઓના પૈસા પરત મેળવવા કાર્યવાહી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.