મસ્કના મિત્ર ડોર્સીનો ટ્વીટર બોર્ડમાંથી છૂટા થવા નિર્ણય

વોશિંગ્ટન, મસ્કના મિત્ર અને ટિ્વટરના સહ-સ્થાપક જેક ડોર્સીએ કંપનીના બોર્ડમાંથી છુટા થવાનો ર્નિણય કર્યો છે. ટ્વીટરના ભૂતપૂર્વ સીઈઓ જેક ડોર્સી, ૨૫ મેના રોજ યોજાયેલી બેઠકમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પુનઃચૂંટણી માટે ઊભા નથી રહ્યાંના અહેવાલ છે.
બોર્ડ મેમ્બર માટેના ઈલેક્શનમાં ડોર્સીએ ફરી દાવેદારી ન નોંધાવતા સ્થિતિ સ્પષ્ટ થાય છે કે તેઓ હવે બોર્ડના સભ્ય રહેવા માંગતા નથી. તેઓ ૨૦૦૬માં માઇક્રો-બ્લોગિંગ સાઇટ સાથે જાેડાયા હતા અને આજે ઔપચારિક આ જાેડાણ સમાપ્ત કર્યું છે. ૨૦૧૫થી ૨૦૨૧ સુધી ટ્વીટર સીઈઓ તરીકેના તેમના કાર્યકાળ ઉપરાંત ડોર્સી ૨૦૦૭થી કંપનીના ડિરેક્ટર પણ છે.
આ અગાઉ તેમણે નવેમ્બર, ૨૦૨૧ના રોજ સીઇઓ પદ પરથી રાજીનામું આપ્યું હતુ અને બાદમાં પરાગ અગ્રવાલ સીઈઓ બન્યાં હતા. જાેકે ત્યારબાદ પણ ડોર્સી ટિ્વટરના બોર્ડ મેમ્બર તરીકે કાર્યરત હતા અને હવે તેમણે દાવેદારી ન નોંધાવતા ટિ્વટર સાથે છેડો ફાડ્યો છે.
ચોંકાવનારી વાત એ છે કે ટિ્વટરની સ્થાપના બાદ આ પ્રથમ વખત છે કે ટિ્વટરના કોઈ પણ કો-ફાઉન્ડર કંપની સાથે અથવા તેના બોર્ડમાં કામ નથી કરી રહ્યાં તેમ બ્લૂમબર્ગે એક અહેવાલમાં જણાવ્યું છે.
ગઈકાલે યોજાયેલ વાર્ષિક સામાન્ય સભામાં ટિ્વટરના રોકાણકારોએ પ્રાઇવેટ ઇક્વિટી કંપની સિલ્વર લેકના ઇગોન ડરબનને બોર્ડમાં ફરીથી ચૂંટવા વિરુદ્ધ મત આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ડરબન ટિ્વટરને ખરીદવાની ઓફર કરનાર મસ્કના જુના સાથી છે.
વધુમાં, પેટ્રિક પિચેટ બોર્ડમાં ફરીથી ચૂંટાયા હતા; અને રોકાણકારોએ પણ ચૂંટણી ખર્ચ અને છૂપાવવાની કલમોનો ઉપયોગ કરવાના જાેખમો અંગે અહેવાલો બનાવવાની તરફેણમાં મત આપ્યો હતો. આ ઉપરાંત, કંપનીના લોબિંગ ખર્ચ પર અહેવાલ આપવા સહિત અન્ય દરખાસ્તો સામે મત આપવાની મેનેજમેન્ટની સલાહને સમર્થન આપવામાં આવ્યું હતું.SS2MS