મસ્કની ટ્વીટરની ખરીદી સામે શેરધારકોએ કોર્ટમાં દાવો માંડ્યો

નવી દિલ્હી, વિશ્વના સૌથી મોટા ટેક સોદા ટિ્વટરની એલોન મસ્કની ખરીદીમાં અડચણો ઉભી થઈ રહી છે. રોકડ ખરીદી માટે મસ્કને પૈસાની તાણ બાદ હવે ટિ્વટરના શેરધારકોએ આ સોદા સામે કોર્ટમાં દાવો માંડ્યો છે.
શુક્રવારે ફ્લોરિડાના પેન્શન ફંડ દ્વારા એલોન મસ્ક અને ટિ્વટર ઇન્ક પર દાવો માંડ્યો હતો અને મસ્કને સોશિયલ મીડિયા કંપનીના ૪૪ અબજ ડોલરના ટેકઓવરને ઝડપથી પૂર્ણ કરતા અટકાવવાની માંગ કરી હતી.
ડેલાવેર ચેન્સરી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં પેન્શન ફંડે જણાવ્યું હતું કે ડેલાવેર કાયદા હેઠળ મસ્ક પાસે ઓછામાં ઓછી બે તૃતીયાંશ શેરભાગીદારીની “માલિકી” ન હોય ત્યાં સુધી એટલેકે ૨૦૨૫ સુધી ટેકઓવર પૂર્ણ કરી શકશે નહીં. દાખલ કરવામાં આવેલ ફરિયામાં જણાવાયું હતું કે ટિ્વટરનો ૯%થી વધુ હિસ્સો ખરીદ્યા પછી મસ્ક “ઈન્ટરેસ્ટેડ સ્ટેકહોલ્ડર” બન્યાં છે તેથી આ વિલંબ જરૂરી છે.
આ લૉસ્યુટ ઓછામાં ઓછા ૨૦૨૫ સુધી મર્જરને અટકાવવાની માંગણી કરે છે અને ટિ્વટરના ડિરેક્ટરોએ તેમની મૂળભૂત ફરજાેનો ભંગ કર્યો છે અને કાનૂની ફી અને ખર્ચની ભરપાઈ કરી છે તેવો આક્ષેપ પણ કર્યો છે.
કેસમાં ચીફ એક્ઝિક્યુટિવ પરાગ અગ્રવાલ સહિત ટિ્વટર અને તેના બોર્ડને પણ પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. એલોન મસ્ક ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ઇન્કના માલિક પણ છે અને ફોર્બ્સ મેગેઝિન અનુસાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે.SSS