મસ્તીથી ભરપૂર રહ્યું કુમકુમ ભાગ્ય ફેમ પૂજાનું બેબી શાવર

મુંબઈ, સીરિયલ કુમકુમ ભાગ્યની રિયા એટલે કે એક્ટ્રેસ પૂજા બેનર્જી પ્રેગ્નેન્ટ છે. પૂજાનો હાલ થર્ડ ટ્રાઈમેસ્ટર ચાલી રહ્યો છે. ત્યારે પૂજાનું બેબી શાવર યોજવામાં આવ્યું હતું. પૂજાના બેબી શાવરમાં તેના ખાસ મિત્રો અને પરિવાજનો હાજર રહ્યા હતા. પૂજાના બેબી શાવરની વિવિધ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
પૂજા બેનર્જીની બેસ્ટ ફ્રેન્ડ અને કસૌટી જિંદગી કી ૨માં તેની મમ્મીનો રોલ કરનારી એક્ટ્રેસ શુભવી ચોક્સે પૂજાના બેબી શાવરમાં હાજર રહી હતી. પૂજાના બેબી શાવરની વિવિધ તસવીરો શુભવીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. તસવીરોમાં પૂજા અને શુભવી હસતાં-મસ્તી કરતાં જાેવા મળી રહ્યા છે.
શુભવીને પૂજાના પતિ સંદીપ સાથે પણ ખૂબ સારું બને છે ત્યારે તેની સાથે પણ મજાક કરતી જાેવા મળી હતી. શુભવીએ આ તસવીરો શેર કરતાં લખ્યું, “પૂજાે અને સેન્ડીનું બાળક આવવાનું છે. તમારા બંને પર હંમેશા ઈશ્વરના આશીર્વાદ રહે. કસૌટી જિંદગી કી ૨ની એક્ટ્રેસ અને પૂજાની ફ્રેન્ડ આરિયા અગ્રવાલ પણ બેબી શાવરમાં હાજર રહી હતી.
આરિયાએ મોમ-ટુ-બી પૂજા સાથે પોઝ આપ્યા હતા. પિંક રંગના ઓફ-શોલ્ડર જમ્પસૂટમાં આરિયા સુંદર લાગતી હતી. જ્યારે પૂજાએ પિંક રંગનું ગાઉન પહેર્યું હતું. આરિયાએ પૂજા સાથે પોઝ આપવા ઉપરાંત શુભવી સાથે મળીને મસ્તી પણ કરી હતી. શુભવી અને આરિયાએ પૂજાની નકલ કરતાં પોતાનું પણ વધેલું પેટ બતાવ્યું હતું. તો બીજી એક તસવીરમાં શુભવી અને આરિયા પૂજાના પેટ આગળ કાન ધરીને ઊભેલા જાેવા મળે છે.
પૂજાના બેબી શાવરમાં ખાસ્સા દિવસ બાદ આરિયા અને શુભવી ભેગા થયા હતા ત્યારે તેમણે પણ એકબીજા સાથે તસવીર ખેંચાવી હતી. એક્ટ્રેસ મલ્લિકા નાયક પૂજાને પોતાની દીકરી માને છે. ત્યારે તેઓ પણ તેના બેબી શાવરમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પૂજા પર પ્રેમ દર્શાવતી તસવીરો શેર કરી હતી.
પૂજાને કિસ કરતી તસવીર શેર કરતાં તેમણે લખ્યું, મારી દીકરી અને તેનું બેબી. એક્ટ્રેસ પલક જૈન પણ પૂજાના બેબી શાવરમાં હાજર રહી હતી ત્યારે તેણે પણ પૂજા સાથેની સુંદર તસવીર શેર કરીને તેને અભિનંદન પાઠવ્યા હતા.SSS