મહંતના શ્રાપથી ૪૦૦ વર્ષ પહેલાં વાવડી વેરાન બન્યું
અમદાવાદ, આખેઆખા ગામો વેરાન અને ઉજ્જડ થઈ ગયા હોય તેવા અનેક કિસ્સા છે. ભારતમાં પણ આજે એવા કેટલાય ગામ છે જેમાં ખાલી ઘર જાેવા મળે છે, અને ભૂતકાળમાં અહીંની વસ્તી પલાયન કરી ગઈ હોય. કામકાજની શોધ કે પછી અંધશ્રદ્ધાને કારણે આખેઆખા ગામ ખાલી થઈ ગયા છે. આમાં ગુજરાતના કચ્છનું પણ એક ગામ એવુ છે, જે જ્યાં આજે ખાલીપો દેખાય છે.
૪૦૦ વર્ષ પહેલા કચ્છના ખડીર વિસ્તારનું વાવડી ગામ એક મહંતના શ્રાપને કારણે વેરાન થઈ ગયુ હતું, હવે આ ગામ માત્ર લોકકથામાં બચ્યું છે. કચ્છના વાવડી ગામના લુપ્ત થવાની અનેક લોકકથાઓ છે. અંદાજે ૪૦૦ થી ૫૦૦ વર્ષ પહેલા વાવડી ગામ માનવ વસ્તીથી ધબકતુ હતું.
અહી કરમટા અટકના રબારી સમાજનો વસવાટ હતો, જેઓ પશુપાલન સાથે સંકળાયેલા હતા. આ ગામ સુખી અને સમૃદ્ધ હતું, પરંતુ એક મહંતના શ્રાપને કારણે ગામ ઉજડી ગયુ હતું. આજે આ ગામનુ નામોનિશાન નથી. આ ગામના ત્રણેક કિલોમીટર પાસે નાથ સંપ્રદાયના સાધુઓએ પડાવ નાંખ્યો હતો.
વરસાદને કારણે તેમના કૂવાનું પાણી સૂકાઈ ગયુ હતું. જેથી તેઓ પાણીની શોધમાં વાવડી ગામે પહોંચ્યા હતા. આ ગામમાં એક સેલોર વાવ હતી. જે આજે પણ જાેવા મળે છે. અહીથી સાધુઓએ પાણી ભરવાનુ શરૂ કર્યુ હુતં. જેથી ગામની મહિલાઓએ તેમને પાણી લેવાની ના પાડી હતી. આ કારણે ગુસ્સે થઈને સાધુઓએ માટીના વાસણો તોડ્યા હતા, અને કૂવામાં ફેંક્યા હતા.
આ બાદ ગામના લોકો પણ સાધુઓ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. એક યુવકે ગુસ્સામાં આવીને મહંતને લાકડીના ઘા માર્યા હતા. જેથી મહંતનુ મોત નિપજ્યુ હતું. મરતા મરતા મહંતે ગામ લોકોને શ્રાપ આપ્યો હતો. તેમણે કહ્યું કે, આ વાવડી ગામ વેરાન બની જશે.
બસ ત્યાર બાદ વાવડીના દુખના દિવસો શરૂ થઈ ગયા હતા. ગામ પર એવી મુસીબતો આવવા લાગી કે, રબારીઓને પલાયન કરવુ પડ્યુ હતું. આમ, આખુ ગામ ખાલી થઈ ગયું હતું. કરમટા રબારીઓ આજે પણ રાપરના લોદ્રાણી ગામે વસવાટ કરે છે. વાવડી ગામ હવે દંતકથાઓ અને લોકવાયકાઓમાં જ બચ્યુ છે. તેના અવશેષો પણ નથી રહ્યાં.SSS