મહાકાલ મંદિરમાં ફિલ્મી સોંગ પર વીડિયો શૂટ કરવા પર હોબાળો
ઉજજૈન, ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરમાં એક મહિલા દ્વારા ફિલ્મી સોંગ પર બનાવવામાં આવેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મહિલાએ મંદિરની અંદર વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર તેના દોઢ લાખથી વધારે ફોલોઅર્સ છે. વીડિયો વાયરલ થયા બાદ મહાકાલ મંદિરના પૂજારીએ તેને આપત્તિજનક ગણાવ્યો છે. તેમણે માગણી કરી છે કે મહિલાના મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવે. વિવાદ વધી ગયો તો મહિલાએ માફી માગી લીધી અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધો.
મનીષા રોશન નામની મહિલાએ મહાકાલ મંદિરમાં એક વીડિયો શૂટ કર્યો હતો. વીડિયોમાં તેણે ફિલ્મી સોંગ ‘રગ રગ મેં ઇસ તરહ તું સમાને લાગા’ની મીક્સિંગ કરી દીધી અને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધો. આ વીડિયો મહાકાલ જ્યોતિર્લિંગના બરાબર ઉપર બનેલા ઓંકારેશ્વર મંદિર પાસે બનેલા પિલરો પર ફિલ્માવવામાં આવ્યું છે. વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનોએ આપત્તિ દર્શાવી છે.
તેમનું કહેવું છે કે મંદિરમાં આ રીતેના ડાન્સ કરનારાઓ પર કાર્યવાહી થવી જાેઈએ.મહાકાલ મંદિરના વરિષ્ઠ પંડિત મહેશ પૂજારીએ કહ્યું કે વીડિયો આપત્તિજનક છે. દેવ સ્થાન પર કોઈ રીતેના ફિલ્મી સોંગ્સ પર અભદ્ર પ્રદર્શન કરવું જરા પણ યોગ્ય નથી. મહાકાલ કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે.
આ જગ્યા ફિલ્મી સોંગ્સ માટે નથી. એવા બધા શ્રદ્ધાળુઓનો મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવો જાેઈએ. તો બજરંગ દળના જિલ્લા સંયોજક પિન્ટુ કૌશલે કહ્યું કે મહિલાઓ આ રીતે હિન્દુ ધર્મનું અપમાન કરશે તો બજરંગ દળ તેમની વિરુદ્ધ ઉજ્જૈન કલેક્ટર સહિત મંદિર પ્રશાસનને ફરિયાદ નોંધાવશે.
મનીષા રોશન ઇન્દોરની રહેવાસી છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મહાકાલ મંદિરના બે વીડિયો અપલોડ કર્યા હતા. જાેકે આ વિવાદ વધ્યા બાદ બંને વીડિયો ડીલિટ કરી નાખ્યા છે. તેમાંથી એક વીડિયો ૭ સેકન્ડ અને બીજાે ૧૪ સેકન્ડનો હતો. મનીષાએ હવે માફી માગતા વીડિયો જાહેર કર્યો છે. તેણે કહ્યું કે મહાકાલ મંદિરમાં બનાવવામાં આવેલા વીડિયોથી કોઈ સંગઠન કે વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું. મારી ભાવના કોઈને ઠેસ પહોંચાડવાની નહોતી. હું આગામી સમયમાં ધ્યાન રાખીશ કે કોઇની ભાવનાને ઠેસ ન પહોંચે.HS