Western Times News

Gujarati News

‘મહાકૌભાંડ’ જેમા પુતિન સહિત ૯૧ દેશના નેતાઓ અને અધિકારીઓ ફસાયા

નવીદિલ્હી, હાલમાં જ લીક થયેલા દસ્તાવેજાેમાં દુનિયાના ૯૧ દેશોના ૩૩૦થી વધુ નેતાઓ, સરકારી અધિકારીઓ, ભાગેડુઓ, ચોરો, કલાકારો, હત્યારાઓ, અને મોટી મોટી હસ્તીઓના નામ છે. ફાઈનાન્શિયલ સિક્રેટ્‌સને ઉજાગર કરતા આંતરરાષ્ટ્રીય ઈન્વેસ્ટિગેટિવ પત્રકાર સંઘએ આ ખુલાસો કર્યો.

અત્રે જણાવવાનું કે આ સિક્રેટ દસ્તાવેજ જાેર્ડનના રાજા, યુક્રેન, કેન્યા, અને ઈક્વાડોરના રાષ્ટ્રપતિઓ, ચેક ગણરાજ્યના પ્રધાનમંત્રી અને પૂર્વ બ્રિટિશ પ્રધાનમંત્રી ટોની બ્લેરની છૂપી લેવડદેવડને ઉજાગર કરે છે. ફાઈલો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના અનૌપચારિક પ્રચાર મંત્રી અને રશિયા, અમેરિકા, તુર્કી અને અન્ય દેશોના ૧૩૦થી વધુ અબજપતિઓની આર્થિક ગતિવિધિઓની પણ ડિટેલ આપે છે.

ફ્રેન્ચ રિવેરામાં ૨.૨ કરોડ ડોલર એટલે કે ૧ અબજ ૬૩ કરોડ રૂપિયાના એક શેટો, એક સિનેમા અને બે સ્વિમિંગ પૂલ ચેક ગણરાજ્યના પ્રધાનમંત્રીએ ગેરકાયદેસર રીતે ખરીદ્યા. આ ખુલાસો કરીને એક અબજપતિએ આર્થિક અને રાજનીતિક વર્ગના ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે.

ગ્વાટેમાલાના સૌથી શક્તિશાળી પરિવારોમાંથી એક રાજવંશ, જે સાબુ અને લિપ્સ્ટિક ગ્રુપ પર કંટ્રોલ કરે છે, જેના પર મજૂરો અને પૃથ્વીને નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો છે તેમની એક અમેરિકી ટ્રસ્ટમાં ૧.૩ કરોડ ડોલર એટલે કે ૯૬ કરોડ ૪૦ લાખ રૂપિયાથી વધુની પ્રોપર્ટી છે.

અરબ સ્પ્રિંગ દરમિયાન બેરોજગારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં જાેર્ડનના લોકોએ રસ્તાઓ પર ધરણા ધર્યા હતા પરંતુ થોડા વર્ષો બાદ જાેર્ડનના રાજા માલિબુએ ત્રણ સમુદ્રી તટોને ૬.૮ કરોડ ડોલર એટલેકે ૫ અબજ ૪ કરોડ ડોલર રૂપિયામાં ખરીદી લીધા. અત્રે જણાવવાનું કે આ સિક્રેટ દસ્તાવેજાેને પેન્ડોરા પેપર્સ તરીકે ઓળખવામાં આવે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.