મહાજન ઠગાઈ કરતા વેપારીઓના PAN, GST નંબર ITને આપશે
ફરીયાદ બાદ પણ આવા વેપારીઓ ન ડરતા રજુઆત થઈ હતી -આવક વેરા વિભાગ ઠગ વેપારીઓ સામે બાકી લેણાં પર ટેક્ષ લેશે
(એજન્સી) અમદાવાદ, કાપડ ઉદ્યોગમાં ચાલી રહેલી ભયંકર મંદીને પગલે પ્રાથમિક વેપારીઓના નાણાં તેમજ મોલ અટકી રહ્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. આ પરિÂસ્થતિમાં વેપારીઓ સાથે થયેલી છેતરપીંડીના કેસમાં મસ્કતી કાપડ મહાજન દ્વારા નાણાં નહીં આપીને છેતરપીંડી કરતા વેપારીઓના જીએસટી નંબર અને પાન નંબર લઈને જીએસટી ડીપાર્ટમેન્ટ અને આઈટી ડીપાર્ટમેન્ટને મોકલાશે. મહાજન દ્વારા ઉચ્ચ સ્તરે કરવામાં આવેલી ફરીયાદથી આઈટી અને જીએસટી ડીપાર્ટમેન્ટ ઠગ વેપારીઓને તપાસ કરી બાકી લેણાં પર ટેક્ષ સહિત પગલાં ભરશે.
એક જ વર્ષ બાદ જ્યારે કાપડના વેપારી પૈસા લેવા જાય ત્યારે આપેલો ચેક બાઉન્સ જાય છે. વેપારીઓની ફરીયાદને પગલે મસ્કતી કાપડ મહાજન સરકારને રજુઆત કરી હતી. જેને પગલે સરકારે આવા ઠગ વેપારીઓના જીએસટી નંબર અને પાન કાર્ડ નંબર ડીપાર્ટમેન્ટમાં સબમીટ કરવા જણાવ્યુ હતુ. આથી મસ્કતી કાપડ મહાજને પોતાના સભ્યોને આ અંગે પાન નંબર અને જીએસટી નંબર લેખિતમાં અને પુરાવા સાથે આપવા જણાવ્યુ છે. મહાજનને આ અંગે સફળતા પણ મળી રહી છે. અને વેપારીઓના પૈસા પરત પણ આવી રહ્યા છે.
આ અંગે મસ્કતી કાપડ મહાજન ના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યુ હતુ કે કાપડ બજારમાં છેતરપીંડીના કેસોમાં વધારો થયો હતો. ફરીયાદ બાદ પણ ઠગો ડરતા નહોતા. પરંતુ સરકારમાં ઉચ્ચ સ્ત્તરે રજુઆત બાદ આઈટી અને જીએેસટી ડીપાર્ટમેન્ટને આવા લોકો સામે ટેક્ષની ઉઘરાણી તેમજ તેમની મિલકતો ટાંચમાં લેવા સુધીના પગલાં લેવાની જાણ કરવામાં આવી છે.