Western Times News

Gujarati News

મહાત્મા ગાંધીએ ધ્વજ ફરકાવ્યો હોય એ સ્થળે શૌચાલય ન બનાવવા કોંગ્રેસની રજુઆત

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી કાર્યરત થયેલી શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલને તેના મુળ માળખામાં પરિવર્તિત કરવા માટે ર૦૧રમાં ઠરાવ થયો હતો જેનો વ્યાપક વિરોધ થયા બાદ હોસ્પીટલને પ૦૦ પથારીથી ચલાવવા માટે ર૦૧૯ માં ઠરાવ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ ભાજપા દ્વારા મંજુર કરવામાં આવેલા સદર ઠરાવનો અમલ થતો નથી. તથા વી.એસ. હોસ્પીટલમાં પ૦૦ કરતા પણ ઓછી પથારીથી કાર્યરત છે. તેમજ તેમાં વ્યાપક ગેરરીતિઓ થઈ હોવાના સીધા આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા બજ્ટ ચર્ચા દરમ્યાનમાં કરવામાં આવ્યા હતા. જ્યારે વી.એેસ.માં પથારીઓની સંખ્યા મામલે થયેલ ચડભડ દરમ્યાન કોંગી કોર્પોરેટરે રાજીનામાનો પડકાર આપતા મેયરે પારોઠના પગલાં ભર્યા હતા.

મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ સત્રમાં શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલની ચર્ચા કરતા કોંગી કોર્પોરેટર રાજશ્રીબેન કેસરીએ આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. જ્યારે વી.ેએસ. હોસ્પીટલના પ્રાંગણમાંથી સરદાર પટેલની પ્રતિમાને દુર કરવામાં આવી છે. આઝાદીની લડત દરમ્યાન મહાત્મા ગાંધીએ જે સ્થળે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો તે જ સ્થળે શૌચાલય કે પા‹કગ બનાવવા માટે આયોજન કરવામાં આવી રહ્યા છે

એ અત્યંત શરમજનક બાબત છે. સરદાર વલ્લભભાઈ પટેલના આશિર્વાદ અને બે ટ્રસ્ટીઓની સખાવત બાદ કાર્યરત થયેલ વી.એસ.હોસ્પીટલને નામશેષ કરવામાં આવી રહી છે. વી.એસ. હોસ્પીટલનું સંચાલન ટ્રસ્ટડીડના આધારે થાય છે. વી.એેસ.હોસ્પીટલ માં જે તે સમયે ભરતી કરવામાં આવેલા સ્ટાફને પ્રમોશન આપવા માટે અન્ય ટ્રસ્ટ (મેટ) દ્વારા ઈન્ટરવ્યુ લેવામાં આવે છે. એ નિયમ વિરૂધ્ધ છે. વી.એસ.નું ટ્રસ્ટ હયાત હોવા છતાં મેટના પરિપત્રથી સ્ટાફ પણ લઈ જવામાં આવે છે.

વી.એસ.ના અધ્યક્ષ મેયરે નાની ટાંકણી પણ મેટમાં જશે નહીં એવા માત્ર પોકળ દાવા જ કર્યા હતા. જ્યારે તેમની નજર સામે જ ૬ર તબીબો મેટમાં લઈ જવામાં આવ્યા છે જે બાબત ગેરબંધારણીય છે. ચેરીટી કમિશ્નરની પરવાનગી વિના બે ટ્રસ્ટ મર્જ થઈ શકતા નથી. વી.એસ.ના કિસ્સામાં ટ્રસ્ટ મર્જ કરવાનો કોઈ જ પ્રશ્ન નથી. વી.એસ. ને માત્ર ૧ર૦ પથારીમાં પરિવર્તિત કરવાના ભાજપના મનસુબા પર ટ્રસ્ટીઓએ પાણી ફેરવ્યા છે

જેના કારણે તેમની ગણના થતી નથી. કોંગી કોર્પોરેટરની સદ્‌ર રજુઆત સામે મેયરે ૧૯૩૦ માં જ માત્ર રૂ.ચાર લાખ આપ્યા હતા. એવો જવાબ આપ્યો હતો. તેથી કોંગ્રેસના કોર્પોરેટર બદુરૂદ્દીન શેખ ઉભા થઈ ગયા હતા. તથા ૯૦ વર્ષ પહેલાંના રૂ.ચાર લાખનું હાલ કેટલું મૂલ્ય થાય તેનો પણ વિચાર કરો.

વી.એસ.હોસ્પીટલમાં પ૦૦ પથારીના દાવા થાય છે. પરંતુ તેટલી પથારી હોસ્પીટલમાં નથી એવો આક્ષેપ તેમણે કર્યાે હતો. મેયરે તેમનો આક્ષેપ નકારી કાઢ્યો હતો. જેની સામે બદરૂદ્દીન શેખે રૂબરૂ જઈને પથારીની ગણતરી કરવા તેમજ પુરતી પથારી હોય તો હું રાજીનામું આપુ તથા ઓછી હોય તો મેયર રાજીનામું આપે એવો પડકાર ફેંક્યો હતો.

બદરૂદ્દીન શેખે રાજીનામાની વાત કરતાં જ મેયરે પારોઠના પગલાં ભર્યા હતા. જા કે ભાજપના સીનિયર કોર્પોરેટર મયુર દવેએ તેમના વક્તવ્યમાં આડકતરી રીતે બદરૂદ્દીન શેખને સમર્થન આપતા જણાવ્યુ હતુ કે ‘જેને પણ શંકા હોય તે વીએસ જઈને ગણતરી કરે. હાલ ર૦૦ ઈન્ડોર પેશન્ટ છે. મયુર દવેના સદ્દર નિવેદન બાદ પ૦૦ પથારીના દાવા પોકળ સાબિત થયા હોવાની પણ ચર્ચા ચાલી હતી.

કોંગી કોર્પોરેટર રાજશ્રીબેન કેસરીએ વી.એસ.ના વહીવટમાં પણ વ્યાપક ગેરરીતિ ચાલી રહી હોવાના આક્ષેપ કર્યા હતાન. રસીદ કૌભાંડમાં એક કંપનીને બ્લેક લીસ્ટ કરીને બીજી કંપનીને કામ સોંપ્યુ હતુ. પરંતુ સ્ટાફ બદલાયો નહોતો. તેથી બીજી વખત પણ કૌભાડ થયુ હતુ.
જેની એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે. પરંતુ સંસ્થા કે કર્મચારીના નામનો ઉલ્લેખ કરવાના બદલે ‘અજાણ્યા શખ્સો સામે ફરીયાદ થઈ છે.

વી.એસ.ના સુપ્રિન્ટેન્ડેન્ટ ને રૂ.એક લાખની મર્યાદામાં દવા ખરીદ કરવાની સતા છે. પરંતુ સુપ્રિન્ટેન્ડેન્ટે એક જ દિવસમાં ૦૬ ઓર્ડર આપ્યા છે. આ દવા એસીડીટી અને ફોલીક એસિડની હતી તેથી ઈમરજન્સીમાં ખરીદી કરવાની પણ જરૂર રહેતી નથી. વી. એસ. હોસ્પીટલમાં મેડીકલ સ્ટોર્સ કે જેમાં દર્દીઓ વણવપરાયેલી દવા પરત કરવામાં આવે છે ત્યારે તેનું રીફંડ આપવામાં આવતું ન હોવાની પણ ફરીયાદો બહાર આવી છે. હોસ્પીટલના ફેમિલી પ્લાનિગ વિભાગમાં ફેમિલી પ્લાનિંગ ઓપરેશનના રૂ.રપ૦૦ આપવામાં આવે છે. જેમાં ખોટી પહોંચો બનાવીને કૌભાંડ કરવામાં આવ્યુ છે.
કૌભાંડ કરનાર કર્મચારીએ કબુલાત કરી હોવા છતાં પગલાં લેવામાં આવ્યા નથી. વી.એસ. હોસ્પીટલના ભ્રષ્ટાચાર મુદ્દે રાજશ્રીબેન કેસરીએ રજુઆત કરતા પૂર્વ મેયર અમિતભાઈ શાહે ર૦૦૧ થી ર૦૦પ માં કોંગ્રેસે કરેલા ભ્રષ્ટાચારને યાદ કરાવ્યા હતા. જેમાં એમઆરઆઈની જગ્યા માટે જે જે કરાર કરવામાં આવ્યા છે તેના કારણે હોસ્પીટલ અને મનપાને ખુબ જ મોટું નુકશાન થઈ રહ્યુ હોવાનું જણાવ્યુ હતુ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.