મહાનગરી મુંબઇમાં મેઘ સવારી આવી પહોંચી: મુંબઇગરાઓ ખુશખુશાલ
મુબઇ, મેઘ રાજની સવારી મહાનગરી મુંબઈ સુધી આવી ચૂકી છે. નૈઋત્યના ચોમાસાનું મુંબઈમાં આગમન થતા મુંબઈના વડાલા વિસ્તારમાં અનરાધાર વરસાદ પડ્યો હતો.
વરસાદને લઈ રોડરસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વડાલામાં વરસાદ પડતા લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી હતી. દક્ષિણ પશ્ચિમ ચોમાસાને લઈને ઉભા થઈ રહેલા પ્રશ્નો વચ્ચે હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ચોમાસું પોતાની ગતિએ આગળ વધી રહ્યું છે.
દરમિયાન ગુરુવારે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. તે જ સમયે, અહીં તાપમાનમાં ઘટાડો થશે. જાેકે, ગુરુવારે સવારે પણ મુંબઈમાં હળવો વરસાદ પડ્યો હતો. આજે પણ ઘણી જગ્યાએ વરસાદ પડી શકે છે. આ સાથે જ કર્ણાટકના મેંગલુરુમાં ડેરાલાકટ્ટેના આકાશમાં વરસાદ બાદ મેઘધનુષ્ય બનતું જાેવા મળ્યું હતું.
વિભાગે ગુરુવારે જણાવ્યું હતું કે ચોમાસાએ છેલ્લા મંગળવાર સુધી નિશ્ચિત મર્યાદા સાથે દેશના પૂર્વોત્તર ભાગોમાં દસ્તક આપી છે. વિભાગે એવી સંભાવના વ્યક્ત કરી છે કે આગામી બે દિવસમાં ચોમાસું સમગ્ર મહારાષ્ટ્રમાં પહોંચી જશે, આજે રાજ્યના ઘણા ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.
વિભાગના વૈજ્ઞાનિક આરકે જેનામાનીએ જણાવ્યું કે ૩૧ મેથી અત્યાર સુધીમાં ચોમાસું દક્ષિણ અને મધ્ય અરબી સમુદ્ર, કેરળ, કર્ણાટક અને તમિલનાડુના ભાગોમાં પહોંચી ગયું છે. તેમણે કહ્યું કે ચોમાસાના કારણે પૂર્વોત્તર ભારતમાં આ સમયગાળા દરમિયાન સારો વરસાદ થઈ રહ્યો છે.HS1MS