Western Times News

Gujarati News

મહાબલીપુરમમાં મોદીએ દરિયા કિનારેથી કચરો વીણ્યો

મહાબલીપુરમ્‌ : ચીનના પ્રમુખ જિનપીંગ ભારતની મુલાકાતે આવેલા છે તેઓ ગઈકાલે તામિલનાડુના મહાબલીપુરમ્‌માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી ભારતીય સંસ્કૃતિની ઝાંખી તથા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. લોક નૃત્ય નિહાળીને જિનપીંગ ખુબજ ખુશખુશાલ જણાતા હતાં

આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિત્યક્રમ મુજબ મહાબલીપુરમમાં જ મોનિગ વોક માટે તથા કસરત કરવા દરિયા કીનારે આવ્યા હતાં આ સમયે કિનારાઓ પર મોટી માત્રામાં કચરો નિહાળતા જ તેઓએ તાત્કાલિક એકલા હાથે અડધો કલાકથી વધુ સમય આ તમામ કચરો વિણવાની શરૂઆત કરતાં જ આ દ્રશ્ય જાઈ સ્થાનિક નાગરિકો પણ દોડી આવ્યા હતાં.

વડાપ્રધાન પદ હાંસલ કર્યાં બાદ સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીના સ્વચ્છતાનો સંદેશ દેશભરમાં આપ્યો હતો અને સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરી હતી અને તેને દેશભરમાંથી વ્યાપક પ્રમાણમાં આવકાર મળી રહયો છે. આજે સવારે પણ દરિયા કિનારે તેમણે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ચીનના રાષ્ટ્રપતિ જિનપીંગ સાથે છે અને બંને મહાનુભાવો મહાબલીપુરમમાં રોકાયેલા છે. ગઈકાલના સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ રાત્રે બંને નેતાઓ વચ્ચે અનઔપચારિક વાતચીત થઈ હતી. આજે વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિત્યક્રમ મુજબ મહાબલીપુરમના દરિયા કિનારે મોનિંગ વોક માટે નીકળ્યા હતાં આ સમયે તેમના હાથમાં એકયુપ્રેશર સ્ટીક પણ હતી

દરિયા કિનારે તેઓ એક પથ્થર પર બેસીને આ સ્ટીક મારફતે કસરત કરી રહયા હતા ત્યારે અચાનક જ તેમની નજર દરિયાના કિનારા પર પડેલા કચરા પર ગઈ હતી. જેથી તેમણે તાત્કાલિક ઉભા થઈ એકલા હાથે દરિયા કિનારા પર પડેલી પ્લાસ્ટિકની  બોટલો તથા અન્ય કચરો એક થેલીમાં ભરવાની શરૂઆત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જ દેશભરમાં સ્વચ્છતાનો નારો આપ્યો છે અને અનેક વખત તેમણે રસ્તાઓ પર ઝાડુ પણ માર્યું છે ત્યારબાદ આજે સવારે મહાબલીપુરમમાં દરિયા કિનારાના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરતા જ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પછી એક ૧૦થી વધુ બેગોમાં કચરો એકત્ર કર્યો હતો અને આ તમામ બેગો ત્યાંથી હટાવવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતે જ કચરો વીણતા નજરે પડતાં જ અધિકારીઓ તથા કેટલાક સ્થાનિક નાગરિકો પણ દોડી આવ્યા હતાં અને વડાપ્રધાન મોદી ત્યાંથી રવાના થયા બાદ સમગ્ર કિનારાનો વિસ્તાર સ્વચ્છ કરવામાં આવ્યો હતો. આજે સવારથી જ વડાપ્રધાન મોદીની આ સ્વચ્છતા ઝુંબેશ સોશિયલ મીડિયામાં ખૂબ જ લોકપ્રિય બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.