મહાભિયોગ તપાસની રિપોર્ટમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત
વોશિંગ્ટન, ડેમોક્રેટિક પાર્ટીની બહુમતિવાળા અમેરિકાના સદનની જ્યુડિશિયરી કમિટીએ બુધવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુધ્ધ ચાલી રહેલા મહાભિયોગ તપાસનો રિપોર્ટ જારી કરી દીધો છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પને દોષિત જાહેર કરાયા છે. એક રિપોર્ટ મુજબ ટ્રમ્પે પોતાના વ્યક્તિગત અને રાજકીય હેતુને પુરો કરવા ‘રાષ્ટ્રહિત’ સાથે સમજૂતિ કરી પોતાની શક્તિઓનો દુરૂપયોગ કરતાં ૨૦૨૦ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પોતાના પક્ષ માટે વિદેશી મદદ માગી. જો કે વ્હાઇટ હાઉસે આ રિપોર્ટ ફગાવી દીધો છે.
હાઉસ જ્યુડિશિયરી કમિટીના રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના પૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ જો બિડેન અને તેના દિકરા સાથે જોડાયેલ કંપનીઓ વિરુધ્ધ અમેરિકામાં તપાસ શરૂ કરવાની જાહેરાત કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ પ્રસ્તાવમાં ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત ચૂંટાયા હોવાના અભિયાનમાં આ મદદ માટે યૂક્રેનના રાષ્ટ્રપતિ સાથે વ્હાઇટ હાઉસમાં એક બેઠક કરવા અને સૈન્ય મદદ આપવાનું વચન આપ્યું હતું. ૨૫ જૂલાઇના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અને યૂક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કી વચ્ચે ટેલિફોનિક વાતચીત થઇ હોવાની પણ પુષ્ટી કરવામાં આવી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે ૨૦૨૦ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સંભવિત પ્રતિસ્પર્ધી જો બિડેન સહિત પોતાના આંતરિક પ્રતિસ્પર્ધીની ઇમેજને નુકસાન પહોંચાડવા માટે યૂક્રેન પાસે ગેરકાનૂની રીતે મદદ માંગી. હાઉસ જ્યુડિશિયરી કમિટીએ બુધવારે આ અંગે સુનવાણી શરૂ કરશે કે તપાસમાં સામેલ કરવામાં આવેલા પૂરાવા રાજદ્રોહ, લાંચ અથવા અપરાધિક અથવા ખરાબ વ્યવહારના આધાર પર બંધારણીય રીતે મહાભિયોગ ચલાવવાના ધોરણો પુરતા છે.