મહામારીના ભયને કારણે ૯૦ ટકા લોકો ખર્ચમાં સતર્કતા દાખવે છે
નવીદિલ્હી, કોરોનાના સતત વધી રહેલા મામલાથી રોજગાર અને આર્થિક સુધારને લઇ અનિશ્ચિતતાનું વાતાવરણ છે. તેની અસર લોકોના ખર્ચમાં પણ જાેવા મળી રહી છે સ્ટૈંડર્ડ ચાર્ટર્ડ બેંકે સર્વે કર્યું હતું તે અનુસાર મહામારીના ડરથી દરેક ૧૦માંથી ૯ ભારતીય એટલે કે ૯૦ ટકા લોકો ખર્ચ કરવામાં સતર્કતા દાખવી રહ્યાં છે.
આ ઉપરાંત ૭૬ ટકા માને છે કે મહામારીએ તેમને ખર્ચા પર વિચાર કરવા પર મજબુર કર્યા છે. વૈશ્વિક સ્તર પર ૬૨ ટકા લોકો આવું વિચારે છે આ ઉપરાંત ૮૦ ટકા ભારતીય બજેટ બનાવનારા સાધનોનો ઉપયોગ કરી રહ્યાં છે અથવા તો આવા ઉપાય કરી રહ્યાં છે જેમાં એક સીમા બાદ તેમની કાર્ડથી ખર્ચ પર રોક લગાવી શકાય ૭૮ ટકા ભારતીયોનું કહેવુ છે કે તે ઓનલાઇન ખરીદદારી પસંદ કરે.
મહામારીની પહેલાની સરખામણીમાં ભારત સહિત દુનિયામાં ગ્રાહક હવે કરિયાણુ, આરોગ્ય ડિઝીટલ ઉપકરણો જેવી બુનિયાદી વસ્તુઓ પર ખર્ચ કરી રહ્યાં છે. આ સર્વે ૧૨ દેશો ભારત ચીન બ્રિટેન હોંગકોંગ યુએઇ કેન્યા યુએસ મલેશિયા સિંગાપુર તાઇવાન પાકિસ્તાન ઇડોનેશિયાના ૧૨ હજાર લોકો લોકોથી વાતચીત પર આધારિત છે.HS