મહામારીને લીધે ચાલુ વર્ષે હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રિમિયમ નહીં વધે
નવી દિલ્હી, કોરોના મહામારી વચ્ચે સારા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર આ વર્ષે તમારો હેલ્થ ઇંશ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ વધશે નહી. ઇંશ્યોરન્સ રેગ્યુલેટર આઈઆરડીએઆઈએ જનરલ ઇંશ્યોરન્સ કંપનીને સખત નિર્દેશ આપ્યા છે કે મહામારીના લીધે આ વર્ષે વિમા કંપનીઓ પ્રીમિયમ વધારશે નહી.
એટલે કે આ વર્ષે જાે તમારી પોલિસીનું રીન્યુઅલ છે તો તમે નવી નવી પોલિસી ખરીદવા માંગો છો તો તમારા પર વધુ પ્રીમિયમનો બોજાે નહી પડે. જાેકે કોરોના મહામારીના લીધે હેલ્થ ઇંશ્યોરન્સ ક્લેમમાં જાેરદાર વધારો થયો છે અને કંપની પર પ્રીમિયમ વધારવાનું પણ દબાણ છે,
પરંતુ સૂત્રોનું કહેવું છે કે કેંદ્ર સરકાર અને આઈઆરડીએઆઈ પ્રીમિયમ વધારવાની સ્પષ્ટ મનાઇ કરી દીધી છે અને વિમા કંપનીને કહ્યું છે કે તે બીજા સેક્ટરની માફક નુકસાન ઉઠાવે અથવા પછી પોતાના ફાયદાના સેગમેંટ્સ વડે હેલ્થ ઇંશ્યોરન્સ નુક્સાનની ભરપાઇ કરે.
આ ઉપરાંત કોરોના સાથે સંકળાયેલી પ્રોડક્ટસ પણ તમામ વિમા કંપનીઓને ઓનલાઇન અને ઓફલાઇન બંને માધ્યમથી વેચવી જરૂરી રહેશે, કારણ કે ઘણી કંપનીએ વધતા જતા ક્લેમના લીધે કોરોના પ્રોડક્ટનું ઓનલાઇન વેચાણ બંધ કરી દીધું છે અને પ્રોડક્ટસ વેચવામાં રસ દાખવી રહી નથી,
પરંતુ હવે વિમા કંપનીઓને દરરોજ કોરોના પ્રોડક્ટ્સના વેચાણની જાણકારી રેગુલેટર આઈઆરડીએઆઈ સાથે શેર કરવી પડશે. કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા વધતાં ઇંશ્યોરન્સ કંપનીના ક્લેમમમાં પણ જાેરદાર વધારો થયો છે. દેશભરમાં કુલ કોવિડ ક્લેમ ૨૫ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા છે. માત્ર ગત ૨ અઠવાડિયામાં ઇંશ્યોરન્સ ઇંડસ્ટ્રી પાસે ૭૦૦ કરોડના ક્લેમ આવ્યા છે.