મહામારીમાં પણ ભારતમાં રેકોર્ડ FDI આવી છે: મોદી
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એસોચેમના એક કાર્યક્રમમાં જણાવ્યું કે આજે દુનિયાને ભારતની ગ્રોથ સ્ટોરી પર ભરોસો છે. પીએમ મોદીએ કહ્યું મહામારીના સમયમાં ભારતમાં રેકોર્ડ એફડીઆઈ આવ્યું છે.
એસોચેમ સંમેલનને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારત પોતાના સામર્થ્ય પર ભરોસો કરતા પોતાના સંશાધન પર ભરોસો કરતા આર્ત્મનિભર ભારતને આગળ વધારી રહ્યું છે. પીએમના મતે આ લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે ઉત્પાદન પર અમારું વિશેષ ફોકસ છે. પીએમ મોદીએ કહ્યું કે ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અમે સતત સુધારણા કરી રહ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું, ઘણી વખત લોકો કહે છે કે આ ક્ષેત્ર સારું છે, આ શેર સારા છે, તેમાં રોકાણ કરો. અમે જાેયું છે કે સલાહકાર પણ તેમાં રોકાણ કરી રહ્યા છે કે નહીં. મહામારી દરમિયાન વિશ્વમાં રોકાણ માટે મુશ્કેલી છે. આજે આપની પાસે રોકાણ માટે સંભાવનાઓ અને નવી તકો પણ છે. પીએમ મોદીએ કહ્યું અમારો પડકાર માત્ર આર્ત્મનિભરતા જ નથી. પરંતુ અમે આ લક્ષ્યને જેટલી જલ્દી પ્રાપ્ત કરીએ છે, એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. પીએમ મોદીએ કહ્યું એક સમયમાં આપણે ત્યાં જે પરિસ્થિતિ હતી, ત્યાર બાદ કહેવામાં આવતું હતું – વાય ઈન્ડિયા (ભારત જ કેમ). હવે જે સુધાર થયો છે , તેનો પ્રભાવ જાેવા મળી રહ્યો છે, હવે કહેવામાં આવી રહ્યું છે, વાય નોટ ઈન્ડિયા (ભારત કેમ નહીં).
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું દેશ આજે કરોડો યુવાનોને તક આપવા માટે ઉદ્યોગસાહસિકો અને વેપારીઓ સાથે છે. રોકાણનો એક બીજાે પક્ષ છે જેની ચર્ચા આવશ્યક છે. આ છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આરએન્ડડી) પર થનારું રોકાણ. ભારતમાં આરએન્ડડી પર રોકાણ વધારવા માટે જરૂરિયાત છે.SSS