મહામારી છતાંય વૈશ્વિક બીઝનેશ લીડર્સનો તેમના ધંધાની સ્થિતિસ્થાપકતા પ્રત્યનો વિશ્વાસ વધ્યો
2021 માં સારા પ્રદર્શન વર્ષની અપેક્ષા રાખનારા 64% જવાબ આપનારાઓ સાથે ભારત અને યુ.એસ. સૌથી વધુ આશાવાદી છે
મુંબઈ, 2020ના પડકારો છતાંય, બીઝનેશ લીડર્સનો તેમની સંસ્થાની સ્થિતિસ્થાપકતા પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે, જે બીએસઆઈના ચોથા વાર્ષિક સંસ્થાકીય સ્થિતિસ્થાપકતા સૂચંકાક અહેવાલ જેમાં વિશ્વભરમાંથી 500 જેટલા સીનીયર લીડર્સ પર સર્વે કરવામાં આવ્યો હતો તેમાં જાહેર કરવામાં આવ્યું છે.
સૂચકાંક જણાવે છે કે લીડર્સ સાવધાન રહીને આશાવાદી રહ્યાં, જેમાં અડધાથી વધુ (57%) જેટલા યુકે, યુએસ અને ઈન્ડિયાના ધંધાઓ આશા રાખે છે કે આ વર્ષે તેમનો નાણાકીય પર્ફોમન્સ સુધરશે. ઓર્ગેનાઈઝેશનલ રેસીલન્સનો ખ્યાલ એ (સંસ્થાકીય સ્થિતિસ્થાપકતા) સંસ્થાની અપેક્ષા રાખવાની ક્ષમતા, તૈયારી માટે, અને વધતા સુધારા અને આકસ્મિક બદલાવો સામે કેવી રીતે લડી શકે અને તેમાંથી બહાર કાઢી શકે છે – તેની ક્ષમતાઓની પરીક્ષા ગત વર્ષે કરવામાં આવી હતી
એકંદરે, વર્ષ 2020માં માનીયેતો વૈશ્વિક સ્તરે સંસ્થાઓમાં ઓર્ગેનાઈઝેશનલ રેસીલન્સ વધ્યો છે, જેમાં ત્રીજા ભાગની કંપનીઓ 33 ટકા સંપુર્ણપણે વિશ્વાસ ધરાવે છે કે તેમની સંસ્થા રેસીલન્સ કરશે – જે 2019ની સરખામણીએ 5 ટકા વધુ છે. પ્રોત્સાહીતપણે, ઘણી કંપનીઓ જેમનું ઈન્ટરવ્યું લેવામાં આવ્યું તેમને લાગે છે કે તેમને જે માપદંડો મહામારી પહેલા રાખ્યા હતા તે સફળ રહ્યાં છે અને તેમને પાર પાડવામાં, સ્થિર થવામાં અને ફરીથી ઉભા થવામાં તથા ભવિષ્યમાં તેમના વિશ્વાસમાં વધારો કરવામાં મદદમાં આવ્યા છે.
2020 જ્યારે બધા માટે મુશ્કેલ વર્ષ રહ્યું હતું ત્યારે, ઘણી સંસ્થાઓ આ મહામારીની પરીક્ષામાંથી વધુ વિશ્વાસ સાથે બહાર આવી હતી. અભ્યાસમાં, જે કંપનીઓ મજબુત નાણાકીય પર્ફોમન્સ કર્યું હતું તેમાં અને જેમનો પોતાની સંસ્થા પ્રત્યે મજબુત અભિગમ હતો તેના વચ્ચે સ્પષ્ટપણે કંઈક જોડાણ હતું.
સુસાન ટેલર માર્ટીન, ચીફ એક્ઝીક્યુટીવ ઓફ બીએસઆઈ જણાવે છે કે 2020 એ ઓર્ગેનાઈઝેશન રેસીલન્સનું વૈશ્વિક કસોટી હતી અને મજબુતી સાથે દર્શાવ્યું હતું કે સંસ્થાની તૈયારીઓ, સામનો કરવાની તથા અચાનક અને અનઅપેક્ષીત બદલાવો સામે લડવાની ક્ષમતાનું મહત્વ શું હોય છે. એ ખુબ જ પ્રોત્સાહજનક છે કે ભવિષ્ય વિશે સાવચેતીભર્યું આશાવાદ જોવા મળી રહ્યો છે કેમ કે બીઝનેશ લીડર્સ પીઠબળ મજબુત કરવા પર કેન્દ્રિત થયા છે અને સંસ્થાઓ સ્વાસ્થ્ય, સુરક્ષા અને કર્મચારીઓ, કલાયન્ટ અને સમુદાયની સંભાળને પ્રાથમિકતા આપતા થયા છે.
જેવી રીતે આપણે નેક્સ્ટ નોર્મલની રાહ જોઈ રહ્યાં છે, અમે આશા રાખીયે છે કે અમારું ઓર્ગેનાઈઝેશનલ રેસીલન્સ ઈન્ડેક્ષ બેન્ચમાર્ક સતત સંસ્થાઓને તારણો, આગળની તકોને ઝડપવા અને તેમના વ્યવસાયોને ભવિષ્યમાં રેસીલન્સ મળી રહે તે સુનિશ્ચિત કરવા તારણો, આંતરદ્ષ્ટી અને પ્રેરણા પુરી પાડવાનું ચાલુ રાખે છે.
જ્યારે વૈશ્વિક રીકવરી જુદી હશે અને દુનિયાભરમાં જુદા જુદા ભાવે પ્રાપ્ત થશે, ઈન્ડેક્ષ દર્શાવે છે કે નાણાકીય સુરક્ષા અને વિશ્વાસએ વૈશ્વિક સ્તરે એક સરખો નથી. જાપાન અને ચીનમાં 2020માં બીઝનેશઓએ એક સરખું નાણાકીય નુકશાન ભોગવ્યું હોવા છતાં, માત્ર ચીનની સંસ્થાઓ 2021માં સારા વર્ષની આશા રાખે છે. જવાબ આપનારાઓ સુચવે છે કે જાપાનમાં આ ધીમા વિશ્વાસની વાપસી ત્યાંના બીઝનેશ કલ્ચરને દર્શાવે છે નહી કે બજાર પરિસ્થિતને.
ભારતના, યુએસના અને યુકેના બીઝનેશ લીડર્સ, આશાવાદ સાથે આગળ જોઈ રહ્યાં છે, જેમાં અડધા કરતાં વધુ સંસ્થાઓ વર્ષો-પર-વર્ષોના નાણાકીય પરિણામો 2020માં ખુબ જ ખરાબ હોવા છતાં તેમની સંસ્થાનો ભવિષ્યનો વિશ્વાસ બે ગણો કે ત્રણ ગણો થશે તેવી આશા છે.
ભારતનો માન્ય ઓર્ગેનાઈઝેશન રેસીલન્સ 2020માં થોડોક નીચો જઈને 8.3 થી ઘટીને 7.9 રહ્યો હતો જેનું કારણ છે કે ધંધાઓ બદલાવનો સ્વિકાર ન કરી શક્યા અને મહામારી દ્વારા પડેલ અચાનક મુશ્કેલી છે. અડધા જેટલા જવાબ આપનારાઓ (46 ટકા)એ 2019ની સરખામણીએ 2020માં ખરાબ બીઝનેશ પર્ફોમન્સ નોંધાવ્યું હતું.
તેમ છતાં, 64 ટકા લીડર્સ 2021માં સારા પર્ફોમન્સની આશા રાખી રહ્યાં છે, જેમાં માત્ર 9 ટકા ખરાબ વર્ષ રહેશે તેમ માને છે. વાતાવરણની પ્રાથમિકતા ઈએસજીમાં રહેવાનું ચાલુ રહ્યું છે ( વાતાવરણ, સામાજીક અને કોર્પોરેટ ગવર્નન્સ) જેમાં 50 ટકાથી વધુ સંસ્થાઓ તેમના કોર્પોરેટ સોશીયલ રીસ્પોન્સીબીલીટી તરીકે તેની પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે.
2020માં ખરાબ વર્ષ રહ્યું હોય તેમાં જાપાનનો ફાળો સૌથી મોટો રહ્યો હતો, અને તેઓ સૌથી ખરાબ રીકવરીની પણ આશાવાદ ધરાવે છે જેમાં માત્ર 38 ટકા આશા રાખે છે કે 2021નું વર્ષ સારું રહેશે. તેના થી વિરુદ્ધ, યુએસ કંપનીઓ 2020 જેવો રીપોર્ટ ભવિષ્યમાં ફરી કરે તેવી આશા નહિવત છે, અને, ભારતની સાથોસાથ, તેઓ પણ મોટા ભાગે 2021માં 64 ટકા વૃદ્ધિની આશાવાદ ધરાવે છે.
રીપોર્ટ દર્શાવે છે કે 2020ના ઉથલપાથલ બાદ એરોસ્પેસ ક્ષેત્રને ઓર્ગેનાઈઝેશનલ રેસીલન્સ માટે સૌથી ઓછો વિશ્વાસ છે., માત્ર 43 ટકા 2021માં સુધારાની આશા રાખે છે જેની સરખામણી એ 67 ટકા પર્યાવરણ બનાવવાના બીઝનેશ લીડર્સ, 61 ટકા હેલ્થકેરમાં, 57 ટકા ફુડમાં અને 56 ટકા ઓટોમોટીવમાં આશા રાખે છે.
કોવિડ-19 મહામારીની ઉથલપાથલ છતાંય, વિવિધતા અને ટકાઉપણું વિશ્વભરના સંસ્થાઓના એજન્ડામાં સતત રહ્યું હતું. અહેવાલમાં જાણવા મળ્યું છે કે – વધુ તાકીદનું મનાતી બાબતોના ઉદભવને કારણે અગ્રતાની સૂચિને સ્થાનાંતરિત કરવાને બદલે – કર્મચારીઓની, ગ્રાહકો અને સમુદાયની સંભાળ રાખવું એ ઓર્ગેનાઈઝેશનલ રેસીલન્સ બનાવવા માટે વધુ જરૂરી હતું.
16 તત્વો જે ઓર્ગેનાઈઝેશનલ રેસીલન્સ તૈયાર કરે છે, રીપોર્ટ જણાવે છે કે સૌથી મહત્વના અને ઓછા મહત્વના હતા તે છે (+/- આંકડાઓ દર્શાવે છે કે વાર્ષિક અંકમાં થયેલો વધારો કે ઘટાડો)
સૌથી વધુ અસરકારક તત્વો – જેને સૌથી વધુ રેસીલન્સ પર અસર કરી હોય.
સપ્લાયર મેનેજમેન્ટ – 2019 કરતાં 10 સ્થાળ આગળ
હોરીઝોન સ્કેનીંગ – 2019 કરતાં 2 સ્થાન આગળ
બીઝનેશ કન્ટીન્યુટી – 2019 કરતાં 13 સ્થાન આગળ
ઈનોવેશન – 2019કરતાં 2 સ્થાન આગળ
કમ્યુનીટી એન્ગેજમેન્ટ – 2019 કરતાં 2 સ્થાળ આગળ
સૌથી વધુ પર્ફોમીંગ તત્વો – એવા તત્વો જે સંસ્થાઓ વિચારે છે કે તેઓ શ્રેષ્ઠ છે
ફાઈનાન્સીયલ મેનેજમેન્ટ – 2019નો જ અંક જાળવ્યો છે.
વિઝન અને પર્પઝ – 2019નો જ અંક જાળવ્યો છે
એડેપ્ટીવ કેપેસીટી – 2019 કરતાં 10 અંક આગળ
લીડરશીપ – 2019 કરતાં 1 સ્થાળ આગળ
ઈન્ફોર્મેશન અને નોલેજ મેનેજમેન્ટ – 2019 કરતાં એક સ્થાનમાં ઘટાડો