મહારાષ્ટ્રઃ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પક્ષના મંત્રીઓથી ભારે નારાજ

નવી દિલ્હી, કોંગ્રેસ એક રાજ્યમાં અસંતોષની આગને માંડ ઠારે છે ત્યારે બીજા રાજ્યમાં જુથવાદ ભભૂકી ઉઠે છે. હવે મહારાષ્ટ્રનો વારો આવ્યો છે.મહારાષ્ટ્ર કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પોતાની જ પાર્ટીના મંત્રીઓથી નારાજ હોવાના અહેવાલ સામે આવ્યા છે.
સૂત્રોનુ કહેવ છેકે, આ મંત્રીઓ સામે નારાજ ધારાસભ્યોએ દિલ્હી જઈને હાઈકમાન્ડને ફરિયાદ કરવાનુ નક્કી કર્યુ છે.મળતી વિગતો પ્રમાણે આઠેક ધારાસભ્યો પોતાના જ મંત્રીઓથી નારાજ છે.તેમણે રાહુલ ગાંધી પાસે પણ મુલાકાત માટે સમય માંગ્યો છે.
૧૦ દિવસ પહેલા પણ તેમણે દિલ્હીમાં પોતાના મંત્રીઓ સામે ફરિયાદ કરી હતી.તેમનુ કહેવુ છે કે, મંત્રીઓ અમારી ઉપેક્ષા કરી રહ્યા છે. આમ તો ધારાસભ્યોએ રાજ્યના કોંગ્રેસ ,અધ્યક્ષ સમક્ષ ફરિયાદ કરવાની હોય છે પણ હવે તેમણે સીધા દિલ્હીનો સંપર્ક કરવાનુ નક્કી કર્યુ છે.જેનાથી એવી અટકળો શરુ થઈ છે કે, ધારાસભ્યોને રાજ્યના પ્રદેશ અધ્યક્ષ નાનાસાહેબ પટોળે પાસેથી ન્યાય મળે તેવી આશા નથી.SSS