મહારાષ્ટ્રઃ વપરાયેલા માસ્કમાંથી ગાદલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ
જલગાંવ: દેશમાં હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. કોરોનાથી બચવા માટે માસ્ક ખૂબ જરૂરી છે. જાેકે, માસ્ક ના નિકાલ અંગે લોકોમાં જાેઈએ એટલી જાગૃતિ નથી. લોકો રસ્તાઓ પર અને જાહેર જગ્યાઓ પર માસ્ક ફેંકી દેવા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ દરમિયાન મહરાષ્ટ્ર માંથી જે બનાવ સામે આવ્યો છે તે ખરેખર ચોંકાવનારો છે. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લા માં પોલીસે એક ફેક્ટરી પર દરોડો કર્યો છે. આ ફેક્ટરી ગાદલા બનાવવા માટે કપાસ (રૂ) કે અન્ય મટિરિયલનો ઉપયોગ કરવાને બદલે વપરાયેલા માસ્કનો ઉપયોગ કરી રહી હતી.
રિપોર્ટ પ્રમાણે દરોડા દરમિયાન ફેક્ટરી ખાતેથી માસ્કની ગાસડીઓ મળી આવી છે. પોલીસને બાતમી મળી હતી કે જલગાંવ ખાતે આવું કોઈ રેકેટ ચાલી રહ્યું છે.
બનાવ બાદ પોલીસ ફેક્ટરી પર પહોંચી હતી. ફેક્ટરી ખાતે જઈને પોલીસે જાેયું તો અહીં વપરાયેલા માસ્કમાંથી ગાદલા બનાવવામાં આવી રહ્યા હતા. જે બાદમાં પોલીસે માસ્ક ભરેલી ગાસડીઓ જપ્ત કરી હતી અને તેમને આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત પોલીસે ફેક્ટરીના માલિક સામે ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ આ મામલે વધારે તપાસ કરી રહી છે.
એએસપી ચંદ્રકાંત ગવાલીએ એનડીટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “એમઆઈડીસીના કુસુમ્બા ગામ ખાતે જ્યારે પોલીસ અધિકારીઓ પહોંચ્યા ત્યારે ફેક્ટરી ખાતે વપરાયેલા માસ્કમાંથી ગાદલા તૈયાર કરવામાં આવી રહ્યા હતા. આ મામલે ફેક્ટરી માલિક અમજદ અહમદ મન્સૂરી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ રેકેડમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.”
મહારાષ્ટ્રમાં હાલ કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. હાલત એટલી ખરાબ છે કે અહીં આંશિક લૉકડાઉન લગાવવું પડ્યું છે. અહીં પૂર્ણ લૉકડાઉન લગાવવામાં આવે તેવી પણ પરિસ્થિતિ છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે અહીં અત્યારસુધી કુલ ૩૪,૫૮,૯૯૬ દર્દી નોંધાઈ ચૂક્યા છે. હાલ મહારાષ્ટ્રમાં ૫,૬૬,૨૭૮ એક્ટિવ દર્દી છે. છેલ્લા ૨૪ લાકમાં અહીં ૫૧,૭૫૧ નવા દર્દી નોંધાયા છે. જેની સામે ૫૨,૩૧૨ દર્દી સાજા થયા છે. મહારાષ્ટ્રમાં સાજા થવાનો દર ૮૧.૯ ટકા છે. કોરોનાને કારણે અહીં કુલ ૫૮,૨૪૫લ લોકોનાં મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૨૫૮ દર્દીનાં મોત થાય છે.