મહારાષ્ટ્રનાં કેટલાક શહેરોમાં કોરોનાનાં કેસો વધતા ત્રીજી લહેરની આશંકા

મુંબઇ: દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં આંકડાઓ મંદ પડી રહ્યા છે. બીજી લહેર હવે ધીમે ધીમે શાંત પડતી જઇ રહી હોય તેવુ દેખાઇ રહ્યુ છે. ત્યારે આ વચ્ચે મહારાષ્ટ્ર રાજ્યનાં કેટલાક શહેરોમાં કોરોનાનાં કેસ ઝડપથી વધવા લાગ્યા છે.
દેશમાં કોરોનાનાં કેસોમાં સતત તો ઘટાડો થઈ રહ્યો છે, તેમ છતા લોકોને સાવધાની રાખવા સતત કહેવામાં આવી રહ્યુ છે. સાવચેતી ન રાખી તો ત્રીજી લહેર આવી શકે તેવી ચર્ચાએ ખૂબ જાેર પકડ્યુ છે. આ વચ્ચે મહારાષ્ટ્રનાં કેટલાક શહેરોમાં કોરોનાનાં કેસોમાં ઝડપથી વધારો જાેવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, કોરોનાનાં નવા મ્યુટન્ટ ડેલ્ટા પ્લસનાં ખતરાનાં કારણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દેશમાં કોરોનાની ત્રીજાે લહેર આવી શકે છે.
દરમ્યાન, મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે જાેખમને ધ્યાનમાં રાખીને ઘણાં જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દીધુ છે અને કહ્યું છે કે, પ્રતિબંધોને સમાપ્ત કરવા અને તેમને હળવા કરવા માટે ઉતાવળ કરશો નહીં. ગુરુવારે, મહારાષ્ટ્રમાં કોરોનાનાં ૯,૮૪૪ નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે કોરોનાથી ૧૯૭ લોકોનાં મોત થયા છે. એક અઠવાડિયા બાદ રાજ્યમાં સંક્રમણનાં લગભગ ૧૦ હજાર નવા કેસ નોંધાયા છે. ૧૬ જૂને, મહારાષ્ટ્રમાં કોરોનાનાં ૧૦,૧૦૭ નવા કેસ નોંધાયા હતા,
ત્યારબાદ એક અઠવાડિયામાં દરરોજ નવા સંક્રમણની સંખ્યા ૧૦,૦૦૦ કરતા ઓછી હતી. પરંતુ જે રીતે મહારાષ્ટ્રનાં ૧૧ શહેરોમાં કોરોના સંક્રમણનાં કેસમાં વધારો જાેવા મળ્યો છે, તે ચિંતામાં વધારો કરે છે. આ શહેરોમાં, સંક્રમણનાં કેસોમાં ૦.૧૫ ટકાનો વધારો થયો છે, જ્યારે ૧૦ જિલ્લાઓમાં સંક્રમણ દર ૪.૫૪ ટકા છે.
મહારાષ્ટ્રની કોવિડ ટાસ્ક ફોર્સે સ્પષ્ટ કર્યું છે કે, કોરોનાની ત્રીજી લહેર માટે કોઈ પણ પ્રકારની એલર્ટ જારી કરવામાં આવી નથી. રાજ્ય સરકાર દ્વારા આગામી ૨-૪ અઠવાડિયામાં કોઈ પણ ત્રીજી લહેરની ચેતવણીને નકારી કાઠવામાં આવી છે. પરંતુ સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય ત્રીજી લહેર માટે તૈયાર છે, જાે ત્રીજી લહેર રાજ્યમાં આવે તો આપણે અગાઉથી તૈયાર રહેવાની જરૂર છે. જાે કે તાજેતરમાં કોરોનાનાં દૈનિક કેસોમાં ઘટાડો થવાાના કારણે સામાન્ય નાગરિકો કારણ વિના પણ ઘરની બહાર નિકળી રહ્યા છે, જે આવતા સમયે મોટુ જાેખમ સાબિત થઇ શકે છે.