મહારાષ્ટ્રના એનસીપી ધારાસભ્યનું કોરોનાથી નિધન
મુંબઇ, મહારાષ્ટ્રના પંઢપુર મંગલવેધા વિધાનસભા વિસ્તારથી એનસીપીના ધારાસભ્ય ભરત ભાલકેનું પુણેની રૂબી હોસ્પિટલમાં નિધન થયું છે તેમને કોવિડ ૧૯ બાદની સમસ્યાઓની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં તે ૩૦ ઓકટોબરે કોરોના વાયરસથી સંક્રમિત હતાં ત્યારે તેમને રૂબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં તે ચારેક દિવસોમાં ઠીક થઇ પોતાના ઘરે પાછા ફર્યા હતાં.
ત્યારબાદ તે કિડની સમસ્યાથી ગ્રસ્ત થઇ ગયા હતાં આ કારણે તેમની સ્થિતિ બગડતી ગઇ હતી અને તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યા હતાં એનસીપી અધ્યક્ષ શરદ પવારે શુક્રવારે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ભાલકેની સ્થિતિની બાબતે જાણકારી હાંસલ કરી હતી.
૬૦ વર્ષના ભાલકેનું નિધન એનસીપી માટે આંચકા સમાન છે તે સતત ત્રણ વાર પંઢરપુર મંગલવેધા વિધાનસભા બેઠક પરથી ચુંટાઇ આવ્યા હતાં તેમણે ૨૦૧૯માં કોંગ્રેસ છોડી અને ભાજપમાં સામેલ થયા હતાં પરંતુ તેને ટિકીટ મળી નહીં આથી તેમણે એનસીપી તરફથી ચુંટણી લડવાનો નિર્ણય કર્યો અને જીત હાંસલ કરી હતી. પંઢરપુરના સરકોલીમાં આવતીકાલે ભાલકેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ભાલકેના નિધન પર એનસીપીના પ્રમુખ શરદ પવાર,મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર, એનસીપીના પ્રદેશ અધ્યય સહિતના નેતાઓએ ઉડા શોકની લાગણી વ્યકત કરી હતી અને તેમના પરિવારને સાંત્વના આપી.HS