મહારાષ્ટ્રના કોઇ પણ મામલામાં તક મળે તો કેન્દ્ર છોડતી નથી : શિવસેના
મુબઇ: સંજય રાઉતે શિવસેના મુખપત્ર સામનામાં મોદી સરકાર અને કેન્દ્રીય એજન્સીઓ પર નિશાન સાધ્યું છે રાઉતે લખ્યું છે કે મહારાષ્ટ્ર સરકારે વાજેની ટ્રાંસફર કરી સમગ્ર મામલાની તપાસ એટીએસને સોંપી હતી તેમણે આગળ લખ્યું કે તે તપાસ ચાલી રહી હતી કે કેન્દ્રે એનઆઇએએને મોકલી દીધી રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રના કોઇ મામલામાં ટાંગ અડાવવાની કોઇ તક મળે તો કેન્દ્ર સરકાર અને એજન્સી પીછેહટ કેવી રીતે કરી શકે છે. રાઉતે લખ્યું કે વાઝેની ધરપકડ બાદ ભાજપને જે આનંદ મળ્યો છે તેનું વર્ણન કરવા માટે શબ્દ ઓછી પડી જશે આ રીતે કેન્દ્રીય એજન્સીને તપાસ માટે તાકિદે મોકલી દેવી મુંબઇ પોલીસને હતોત્સાહિત કરવા અને મહારાષ્ટ્રમાં અસ્થિરતા બનાવવા જેવું છે.
સંજય રાઉતે આગળ કહ્યું કે મુંબઇ પોલીસ ધંધાદારી અને સક્ષમ છે અને તેના પર દબાણ બનાવવું જાેઇએ નહીં રાઉતે સામના મુખપત્રમાં સવાલ કરતા લખ્યું કે શું કોઇ મુકેશ અંબાણીના બચાવવા તરીકે ઉપયોગ કરી રહ્યું છે.કેટલાક મહીના પહેલા વાજેએ રાયગઢ પોલીસની મદદથી ભાજપના મહંત એક ટીવી પત્રકારે અન્વય નાઇક આત્મહત્યા મામલામાં ધરપકડ કરી હતી
તે સમયે આ લોકો ગોસ્વામીનું નામ લઇ રોઇ રહ્યાં હતાં અને વાઝેને શ્રાપ આપી રહ્યાં હતં રાઉતે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે અર્નબ ગોસ્વામીની ધરપકડ બાદથી જ વાઝે ભાજપ અને કેન્દ્રની હિટલિસ્ટમાં હતાં એનઆઇએની ટીમ ત્યાં ગઇ છે જયાંથી હજુ પણ વિસ્ફોટકોનો જથ્થો મળી રહ્યો છે.