મહારાષ્ટ્રના ગૃહમંત્રી કરી રહ્યાં છે વસુલી : સંસદમાં હંગામો
નવીદિલ્હી: મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને લઇ શરૂ કરવામાં આવેલ વિવાદ હવે સંસદ સુધી પહોંચી ગયો છે આજે સંસદના બંન્ને ગૃહોમાં તેને લઇ હંગામો થયો હતો આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે રાજયસભામાં આ મુદ્દાને ઉઠાવ્યો અને કહ્યું કે ત્યાંના ગૃહ મંત્રી વસુલી કરી રહ્યાં છે આ સમગ્ર દેશ જાેઇ રહ્યું છે.
સંસદમાં ભાજપના સાંસદોએ અનિલ દેશમુખના રાજીનામાની સાથે સાથે ઉદ્વવ ઠાકરે સરકારને બરતરફ કરવાની માંગ કરી હતી.જાવડેકરે પ્રશ્નોતરી દરમિયાન દેશમુખ પર વસુલીનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે મહીનાના ૧૦૦ કરોડ રૂપિયા વસુલી કરવામાં આવી રહી હતી તેમણે કહ્યું કે પહેલા આતંકવાદી કારમાં બોંબ લગાવતા હતાં પરંતુ હવે પોલીસ જ લગાવી રહી છે ત્યારબાદ રાજયસભામાં હંગામો થયો જાે કે હંગામા બાદ સભાપતિએ સ્પષ્ટ કર્યું કે કંઇ પણ રેકોર્ડ કરવામાં આવશે નહીં હંગામાને કારણે રાજયસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. રાજયસભાની સાથે સાથે લોકસભામાં પણ આ મુદ્દા પર હંગામો થયો હતો.
ભાજપના જબલપુરથી સાંસદ રાકેશ સિંહે લોકસભામાં કહ્યું કે કદાચ આ દેશના ઇતિહાસમાં પહેલો પ્રસંગ હશે જયારે એક ભ્રષ્ટ્ર પોલીસ અધિકારીને બચાવવા માટે મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ કરી હોય સિંહે એ પણ દાવો કર્યો કે આ અધિકારીને ૧૦૦ કરોડ રૂપિયા રોજની વસુલીું ટારગેટ આપવામાં આવ્યું હતું તમણે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ તાકિદે રાજીનામુ આપી દેવું જાેઇએ અને કેન્દ્રીય એજન્સીને આ મામલાની તપાસ કરવી જાેઇએ
જાે કે એનસીપીએ મહારાષ્ટ્રના ગૃહમંત્રીનો બચાવ કર્યો હતો તેણે કહ્યું કે ફેબ્રુઆરીમાં વાજે અને દેશમુખની વાત ખોટી છે દેશમુખ ત્યારે હોસ્પિટલમાં દાખલ હતાં એ યાદ રહે કે એનસીપીના નેતા શરદ પવારે કહ્યું હતું કે ગૃહમંત્રીના રાજીનામાનો નિર્ણય મુખ્યમંત્રી કરશે. જયારે શિવસેનાએ કહ્યું કે મહાવિકાસ આઘાડી સરકારની પાસે સારો એવો બહુમત છે અને માત્ર એક અધિકારીના કારણે સરકાર તુટી પડશે નહીં જાે કે પક્ષે માન્યુ કે મુંબઉ પોલીસના પૂર્વ વડા પરમબીર સિંહના રાજયના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલા આરોપોના કારણે મંત્રાલયની તસવીર ખરાબ થઇ છે.શિવસેનાએ કહ્યું કે આ મુદ્દો પાર્ટી નેતૃત્વવાળી સરકાર માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે