મહારાષ્ટ્રના નાગપુરમાં ત્રીજી લહેર આવી ગઈ: ટૂંક સમયમાં લોકડાઉન આવશે

નાગપુર, ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. ત્યારે હવે મહારાષ્ટ્રના નાગપુરમાં ત્રીજી લહેર આવી ગઈ છે. આ વાતની જાણકારી મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી નીતિન રાઉતે આપી છે અને સંકેત આપ્યા છે કે, પ્રશાસન ટૂંક સમયમાં જ સંક્રમણને રોકવા માટે પ્રતિબંધોની જાહેરાત કરશે.
હકીકતમાં જાેઈએ તો, કેબિનેટ મંત્રી નીતિન રાઉતે હાલમાં જ અધિકારીઓ સાથેની એક સમીક્ષા બેઠક કરી હતી, જેમાં રેવન્યૂ મિનિસ્ટર, પોલીસ અને સ્વાસ્થ્ય સહિત કેટલાય સરકારી વિભાગના વરિષ્ઠ અધિકારી હાજર રહ્યા હતા. બેઠક બાદ નિતિન રાઉતે કહ્યુ કે, નાગપુરમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી ગઈ છે. કારણ કે, બે દિવસમં ડબલગણી રીતે કેસો વધી રહ્યા છે.
નીતિન રાઉતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, બે ત્રણ દિવસથી અધિકારીઓ દ્વારા આખરી તારીખ નક્કી કર્યા બાદ દુકાનો અને અન્ય જગ્યાએ ફરીથી પ્રતિબંધો લગાવી દેવામાં આવશે. પ્રતિબંધો જરૂરી છે. કારણ કે, લોકોના જીવ બચાવવા સૌથી મોટુ કર્તવ્ય છે.
આપને જણાવી દઈએ કે, નાગપુરમાં રવિવારે કોરોના વાયરસના ૧૦ નવા કેસો સામે આવ્યા હતા. જ્યારે સોમવારે શહેરમાં ૧૩ નવા કેસ નોંધાયા હતા. આ આંકડોનો હવાલો આપતા નિતિન રાઉતે ત્રીજી લહેરની દસ્તકની વાત કહી હતી.
જિલ્લામાં કોરોનાના કેસો ઘટ્યા બાદ ૧૭ ઓગસ્ટે પ્રતિબંધોમાં એકદમ ઢીલ આપવામાં આવી હતી. નાગપુર જિલ્લામાં કોવિડ ૧૯ના ઓગસ્ટમાં ફ્કત ૧૪૫ નવા કેસ આવ્યા હતા. જ્યારે મહામારીમાં ફક્ત ૨ લોકોના મોત થયા હતા. સપ્ટેમ્બર મહિનામાં નવા આવેલા કેસોમાં ધરખમ વધારો નોંધાયો હતો. ત્યારે જિલ્લામાં ૪૨ નવા કોવિડના કેસો આવ્યા હતા. જ્યારે એકનું મોત પણ થયુ હતું. જિલ્લામાં સોમવાર સુધીમાં ૫૬ એક્ટિવ હતા.HS