મહારાષ્ટ્રના પાલધર જીલ્લામાં સ્કુલો કોલેજ હોસ્ટેલ બંધના આદેશ
મુંબઇ: મહારાષ્રમાં સતત કોરોના ખતરાને વધતા જાેઇને પ્રશાસને હવે કડક પગલા ઉઠાવવાનું શરૂ કર્યું છે અનેક જીલ્લામાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને પાલધર જીલ્લામાં આગામી આદેશ સુધી તમામ સ્કુલો કોલેજ હોસ્ટેલ બંધ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે એ યાદ રહે કે રાજયમાં ૨૩,૧૭૯ નવા કોરોના વાયરસના મામલા આવ્યા છે અને ૮૪ લોકોના મોત નિપજયા છે.
નંદોરમાં એક આવાસીય વિદ્યાલય (આશ્રમ શાળા)ના શિક્ષિક સહિત ૩૦ લોકોએ કોરોના ૧૯ માટે સકારાત્મક પરીક્ષણ કર્યું છે ત્યારબાદ સ્કુલના છાત્રાવાસ સીલ કરી દેવામાં આવ્યું છે પાલઘરના ડેપ્યુટી કલેકટરે આ માહિતી આપી છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોના ગાઇડલાઇન્સમાં ઢીલના કારણે ફરીથી કોરોનાના મામલામાં વધારો જાેવા મળ્યો છે. આ પહેલા મહારાષ્ટ્ર સરકારે લોકોને ચેતવણી આપી હતી કે જાે કોરોનાના માનદંડોનું પાલન કરવામાં નહીં આવે તો સરકાર લોકડાઉન લગાવવા પર મજબુર થશે અને કેટલાક જીલ્લામાં સરકારે લોકડાઉન લગાવવાનું શરૂ પણ કરી દીધુ છે.
મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને કારણે વહીવટી તંત્ર ચિંતિત બન્યું છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમ પણ રાજયમાં કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલા ઉઠાવી રહી છે રાજય સરકારે રાજયના અનેક જીલ્લાઓમાં રાત્રિ કરફયુ સહિતના પગલા ઉઠાવ્યા છે આ ઉપરાંત કોરોના ગાઇડલાઇનનો કડકાઇથી પાલન કરવાના નિર્દેશો આપી દીધા છે જેથી કોરોના નિયંત્રણમાં આવે