મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે આર્યન ખાન કેસમાં બીજેપી કનેકશનના આરોપ લગાવ્યો
મુંબઇ, મહારાષ્ટ્ર એનસીપી કાર્યાલયમાં પત્રકાર પરિષદમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કે જણાવ્યું હતું કે મનીષ ભાનુસાલી ૨૧ સપ્ટેમ્બરે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી સાથે હતા. ૨૨ સપ્ટેમ્બરના રોજ તેઓ ગાંધીનગરમાં ભાજપના મંત્રી સાથે હતા.
તેમણે ભાનુશાળીની સોશિયલ મીડિયા પ્રોફાઇલના આધારે આરોપ લગાવ્યો કે તેઓ પોતાને ભાજપના ઉપાધ્યક્ષ તરીકે વર્ણવે છે.આ સાથે મલિકે ગોસાવી વિશે કહ્યું કે તે ખૂબ જ મોટી છેતરપિંડી કરનાર વ્યક્તિ છે. તે પોતાની જાતને એક ખાનગી જાસૂસ તરીકે વર્ણવે છે. જ્યારે તેની સામે પુણેમાં બનાવટીનો કેસ નોંધવામાં આવ્યો છે.
મલિકે એમ પણ કહ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્વ મોદી, કેન્દ્વીય ગૃહમંત્રી અમિતશાહ અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્વ ફડણવીસ સાથે મનીષ ભાનુશાળીના ફોટોગ્રાફ્સ હતાં. તેમણે પૂછ્યું કે તે કેવી રીતે બની શકે કે એક બીજેપી નેતા આર્યન ખાનને પોતાની સાથે ખેંચી રહ્યો હોય. એનસીબીએ આ બાબતે જવાબ આપવો જાેઈએ.
કેબિનેટ મંત્રી નવાબ મલિકે ભાજપ પર દ્ગઝ્રમ્ દ્વારા બોલિવૂડ અને ફિલ્મ ઉદ્યોગને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે એનસીબીએ ક્રુઝ પર કોઈ પણ ડ્રગ્સ રિકવર કરી નથી. મીડિયામાં પ્રકાશિત વીડિયો અને ફોટા છે તે એનસીબી ઓફિસના છે.
આર્યનની સેલ્ફી વાયરલ થયા બાદ કહેવામાં આવી રહ્યું હતું કે આ વ્યક્તિ એનસીબી અધિકારી છે. એનસીબી ઓફિસમાં સેલ્ફી લેવામાં આવી હતી, તેથી શંકા હતી કે તસવીર તેની કસ્ટડીમાં લેવામાં આવી હતી. જાેકે, થોડા સમય પછી એનસીબીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે આ ચિત્રમાં આર્યન ખાન સાથે દેખાતો વ્યક્તિ એનસીબીનો અધિકારી કે કર્મચારી નથી.HS