મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે ઉધ્ધવ ઠાકરેની ગુરૂવારે તાજપોશી
મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારે પોતાના હોદ્દા પરથી રાજીનામા આપ્યા શિવસેના એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્યોની હોટલ ટ્રાઇડેંટમાં બેઠક યોજાઇ હતી જેમાં ત્રણેય પક્ષના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં શિવસેનાના પ્રમુખ ઉદ્વવ ઠાકરેને મહાવિકાસ અઘાડીના નેતા તરીકે ચુંટવામાં આવ્યા હતાં. સુત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી તરીકે ઉદ્વવ ઠાકરે 28 નવેમ્બરના રોજ મુંબઇના શિવાજી પાર્ક ખાતે સોગંદ લેશે.
શિવસેનાના નેતા એકનાથ શિંદેએ ત્રણેય પાર્ટીઓની સંયુકત બેઠકમાં મહાવિકાસ અધાડી નેતાના રૂપમાં ઉદ્વવ ઠાકરેના નામનો પ્રસ્તાવ રજુ કર્યો હતો.કોંગ્રેસના નેતા નિતિનરાવ રાઉત પૃથ્વીરાજ ચૌહાણ સહિતના નેતાઓ સંયુકત બેઠકમાં મહાવિકાસ અઘાડીના નેતાના રૂપમાં ઉદ્વવ ઠાકરેના નામનો પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું આ ઉપરાંત એનસીપીના નેતા નવાબ મલિક એકનાથ કરાટે ,નાના પક્ષોના નેતાઓએ મહાવિકાસ અઘાડીના નેતાના રૂપમાં ઉદ્વવ ઠાકરેના નામના પ્રસ્તાવને અનુમોદન કર્યું હતું.
ત્રણેય પક્ષોની બેઠક બાદ ત્રણેય પક્ષોના વરિષ્ઠ નેતા રાજભવન ખાતે પહોંચ્યા હતાં અને સરકાર રચના માટે પ્રસ્તાવ રજુ કર્યો હતો.આ બેઠકમાં ઉદ્વવ ઠાકર,તેમની પત્ની તથા ધારાસભ્ય પુત્ર આદિત્ય ઠાકરે,એનસીપીના નેતા શરદ પવાર,કોંગ્રેસના અશોક ચવ્હાણ સહિતના વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતાં.નેતા ચુંટાયા બાદ ઉદ્વવ ઠાકરેએ એનસીપીના વડા શરદ પવારના ચરણ સ્પર્શ કર્યા હતાં પવારે ફુલગુચ્છો આપી ઉદ્વવ ઠાકરેને શુભેચ્છા આપી હતી. અને અન્ય નેતાઓ સાથે હાથ મિલાવ્યા હતાં જયારે હોટલની બહાર મોટી સંખ્યામાં શિવસેના અને એનસીપીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં તેમણે ઉદ્વવ ઠાકરે,શરદ પવારના સમર્થનમાં સુત્રોચ્ચાર કર્યા હતાં.
એનસીપી નેતા નવાબ મલિકે બેઠકમાં જણાવ્યું હતું કે અમારૂ ગઠબંધન પાંચ વર્ષ માટે નહીં આ ગઠબંધન વર્ષોવર્ષ સુધી કામ કરતું રહેશે. અમારી ગઠબંધન સરકાર મહારાષ્ટ્રના વિકાસ માટે કામ કરશે.શિવસેનાનો પક્ષ લેતા કહ્યું કે તે જન્મથી સાંપ્રદાયિક નથી પરંતુ તેની રચના મહારાષ્ટ્ની જનતાની સેવા માટે થયો હતો. ભાજપના સંપર્કમાં આવી શિવસેનામાં પરિવર્તન થયું દરમિયાન મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશ્યારીએ બુધવારે સવારે આઠ વાગે વિધાનસભાનું સત્ર બોલાવ્યું છે. પ્રોટેમ સ્પીકર કાલીદાસ કોલમ્બરે કહ્યું કે સવારે આઠ વાગે તમામ ધારાસભ્યોને સોગંદ લેવડાવવામાં આવશે આ પહેલા કોલમ્બરને પ્રોટેમ સ્પીકર નિયુકત કરવામાં આવ્યા હતાં અને તેમને રાજયપાલે સોગંદ અપાવ્યા હતાં.
મંત્રીમંડળની રચનાને લઇને પણ અટકળો ચાલુ થઇ છે.જેમાં સંભવિત મંત્રીઓમાં શિવસેનામાંથી એકનાથ શિંદે,દિવાકર રાવતે સુભાષ દેસાઇ,અબ્દુલ સતાર રામદાસ કદમ તાનાજી સાવંત દીપક કેસરકર અને ગુલાબરાવ પાટીલ જયારે એનસીપી ધનજંય મુંડ જીતેન્દ્ર આવ્હાંડ જયંત પાટિલ છગન ભુજબલ હસન દેશમુખ દિલીપ પાટીલ મકરંદ પાટીલ અને રાજેશ ટોપે જયારે કોંગ્રેસમાંથી અશોક ચવ્હાણ, પૃથ્વીરાજ ચવ્હાણ,બાલા સાહેબ ખોરાત વિજય વડેટ્ટીવાર કે સી પાડવી વિશ્વજીત કદમ યશોમતી ઠાકુર વગેરેના નામ બોલાય છે.શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરે પોતાના પરિવારના પહેલા એવા વ્યÂક્ત હશે જા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે.ઠાકરેને છ મહીનાની અંદર વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય બનવું પડશે