મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના કામની મોદીએ પ્રશંસા કરી
નવીદિલ્હી: પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્ર, તમિલનાડુ,મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓને ફોન કરીને તેમના રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે સમાચાર જાણ્યાં
પ્રધાનમંત્રી મોદીએ સીએમ ઠાકરેને ફોન કરીને બીજી લહેરને રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે ભરેલા પગલાંના વખાણ કર્યાં. મુખ્યમંત્રી ઠાકરેએ પ્રધાનમંત્રી મોદીને રાજ્ય સરકાર દ્વારા ઉઠાવાયેલા પગલાંની જાણકારી આપી. તેમણે મહારાષ્ટ્રને વધારેમાં વધારે ઓક્સિજન સપ્લાય આપવાની પણ વિનંતી કરી.
પ્રધાનમંત્રી મોદીએ મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચોહાણ સાથે પણ વાત કરી. ફોન બાદ સીએમ ચોહાણે જણાવ્યું કે મેં પ્રધાનમંત્રીને રાજ્યના પોઝિટિવિટી રેટ અંગે જાણી કરી. તથા કોરોનાને પહોંચી વળવામાં રાજ્ય સરકારે ઉઠાવેલા પગલાંની પણ વાત કરી. ચોહાણે હિંદીમાં ટિ્વટ કરીને જણાવ્યું કે પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશ સરકારના પ્રયાસો પર સંતોષ વ્યક્ત કરીને કેન્દ્ર સરકારની તમામ સહાય આપવાની ખાતરી આપી હતી.
આ જ પ્રમાણે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ જણાવ્યું કે મેં પ્રધાનમંત્રીને હોસ્પિટલોની બેડની સંખ્યા, વેક્સિનેસન ડ્રાઈવ તથા કોરોનાના દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવા માટે કરાઈ રહેલા પ્રયાસોની પ્રધાનમંત્રીને વાત કરી હતી.