મહારાષ્ટ્રના રાજકારણ પર મુંબઈથી ગુવાહટી સુધી પોસ્ટર યુદ્ધ
મુંબઈ, મહારાષ્ટ્રના રાજકારણમાં સંકટનો સમય ચાલુ છે. શિંદે જૂથના ધારાસભ્યોની અયોગ્યતાની સાથે અન્ય મુદ્દે સુપ્રીમ કોર્ટે ૧૧ જુલાઈ સુધી રોક લગાવી છે તો ત્યાં બીજી તરફ શિંદે જૂથ અને બીજેપી દ્વારા રાજ્યપાલ પાસે ફ્લોર ટેસ્ટની માગ કરવામાં આવી શકે છે.
ગુવાહાટીમાં શરદ પવારની એનસીપીના સ્ટુડન્ટ વિંગ રાષ્ટ્રવાદી વિદ્યાર્થી કોંગ્રેસ દ્વારા પોસ્ટર લગાવાયા છે. જેમાં બાગી ધારાસભ્યોને ગદ્દાર ગણાવતા બાહુબલી ફિલ્મના કટપ્પા અને બાહુબલી દર્શાવાયા છે. પોસ્ટરમાં કટપ્પા બાહુબલીની પીઠ પાછળ હુમલો કરી રહ્યો છે.
રાષ્ટ્રીય યુથ કોંગ્રેસ તરફથી પોસ્ટર દ્વારા માગ કરવામાં આવી છે કે મહારાષ્ટ્ર સરકાર વિશે ર્નિણય રેડિસન બ્લૂ હોટલમાં નહીં મુંબઈમાં થવો જાેઈએ. રાષ્ટ્રીય યુથ કોંગ્રેસનુ કહેવુ છે કે જે રીતે મહારાષ્ટ્રના રાજકારણને ગુવાહાટી દ્વારા સંચાલિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેનાથી રાજ્ય અને દેશનુ ભલુ થવાનુ નથી.
ગુવાહાટીમાં રેડિસન બ્લૂ હોટલ અને સોમનાથ મંદિરના માર્ગ પર એકનાથ શિંદેના સમર્થનમાં પોસ્ટર લગાવાયા છે. પોસ્ટરમાં એકનાથની સાથે બાલાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેની પણ તસવીર છે. પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે કે ગર્વથી કહો આપણે હિંદુ છીએ અને શિંદે સાહેબ અમે આપની સાથે છીએ.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પર સંકટના વાદળ છવાયેલા છે. શિવસેનાના કુલ ૫૫ ધારાસભ્યોમાંથી લગભગ ૩૯ બાગી થઈ ચૂક્યા છે અને એકનાથ શિંદે સાથે મળી ગયા છે. શિવસેનાના કુલ ૧૮ સાંસદોમાંથી ૧૪ સાંસદ પણ શિંદેના સંપર્કમાં છે. જ્યારે આદિત્ય ઠાકરેનો દાવો છે કે શિંદે જૂથના ૧૫ ધારાસભ્ય તેમના સંપર્કમાં છે.SS2KP