મહારાષ્ટ્રના રાયગઢમાં ઈમારત ધરાશાયીઃ 100થી વધુ દટાયા
મુંબઈ, મહારાષ્ટ્રના રાયગઢમાં સોમવારે મોડી સાંજે પાંચ માળનો ફ્લેટ ધરાશાયી થતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. રાયગઢમાં કોરોનાનાં કારણે હજુપણ કેટલાંક નિયમો લાગુ છે. જેના પરિણામે આ ફ્લેટમાં રહેતાં તમામ પરિવારો પોતાના ઘરમાં જ રહેલા હતા. જેથી 100થી વધુ વ્યક્તિ દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં બચાવ ટુકડીઓ પહોચી ગઈ છે અને આ લખાય છે ત્યારે બચાવ કામગીરી ચાલુ છે.