Western Times News

Gujarati News

મહારાષ્ટ્રના લોકો ખેડૂતોની સાથે છે, ટિકૈતને મળીને ભેટી પડ્યા શિવસેના પ્રવક્તા સંજય રાઉત

મુંબઇ, ખેડૂત આંદોલનમાં હવે શિવસેનાએ પણ ઝુકાવી દીધુ છે.શિવેસના પ્રવક્તા સંજય રાઉત આજે દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટીકૈતને મળ્યા હતા અને તેમને ભેટી પડ્યા હતા.

તેમની સાથે શિવસેના સાંસદ અરવિંદ સાવંત પણ હતા.બંને નેતાઓએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેનો સંદેશો ટિકૈતને આપ્યો હતો.રાઉતે કહ્યુ હતુ કે, મુંબઈથી અહીંયા આવવાનુ કારણ એ છે કે, અમે જણાવવા માંગીએ છે કે શિવસેના ખેડૂતોની સાથે છે.જે રીતે અહીંયા ભય ફેલવાઈ રહ્યો છે અને ખેડૂતોને કચડવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે જોતા મહારાષ્ટ્રના લોકો ખેડૂતો સાથે છે તે જણાવવા આવવાની અમારી ફરજ છે.સરકારે ખેડૂતો સાથે વાત કરવી જોઈએ.અહંકારથી દેશ ચલાવી શકાય નહીં.

રાઉતે દિલ્હી આવતા પહેલા પણ ટ્વીટ કર્યુ હતુ કે, મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેના સૂચન પ્રમાણે હું ખેડૂતોને દિલ્હી બોર્ડર પર મળવા માટે જઈ રહ્યો છું.

દરમિયાન આજે ખેડૂત આંદોલન 67મા દિવસમાં પ્રવેશ્યુ છે અને આ આંદોલનના નેતા રાકેશ ટિકૈતને મળવા માટે વિવિધ પાર્ટીના નેતાઓમાં જાણે હોડ જામી છે.આ પહેલા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અકાલી દળ, રાષ્ટ્રીય લોકદળના નેતાઓ પણ રાકેશ ટિકેતને મળી ચુક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.