મહારાષ્ટ્રના વાશિમમાં ૩.૫ કરોડ રુપિયાના ગાંજા સાથે ૪ જણની ધરપકડ
મુંબઈ, મહારાષ્ટ્રના વાશિમમાં પોલીસે અંદાજે સાડાત્રણ કરોડ રૃપિયાના ગાંજાના જથ્થા સાથે ચાર આરોપીને ઝડપી લીધા હતા. ટ્રકમાં નશીલો પદાર્થ લઈ જવામાં આવી રહ્યો હતો. કોર્ટે આરોપીઓને પાંચ દિવસની પોલીસ કસ્ટડી આપી હતી.
આંધ્ર પ્રદેશથી ટ્રકમાં પશુ ખાદ્ય સામગ્રીના બહાને ગાંજાનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે રિસોડ રોડ પાસે છટકું ગોઠવીને ટ્રક પકડવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરતા ટ્રકમાં ત્રણ કરોડ ૪૫ લાખ રૃપિયાની કિંમતનો ગાંજાે મળી આવ્યો હતો.
પોલીસે આ મામલે ગોટીરામ, સિદ્ધાર્થ, પ્રવીણ, સંદીપને પકડીને પૂછપરછ કરી હતી. તેઓ ગાંજાે કોને આપવાના હતા એની તપાસ શરૃ છે. પોલીસે આજે આરોપીઓને કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે તેમને પાંચ દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં નશીલો પદાર્થ વેચતાં અને ખરીદનરા સામે પોલીસની સતત કાર્યવાહી શરૃ છે.HS