મહારાષ્ટ્રના શિક્ષક ગ્લોબલ ટિચર પુરસ્કારથી સન્માનિત
મુંબઈ: દેશનની એક પ્રાથમિક શાળામાં છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને તેમને ટેક્નોલોજીથી જોડવાના પ્રયાસોના કારણે મહારાષ્ટ્રના એક શિક્ષણને ગ્લોબલ ટીચર પુરસ્કાર મળ્યું છે. ૩૨ વર્ષીય વિજેતા રણજિત સિંહ દિસાલેને તેના માટે ૧૦ લાખ ડૉલર (લગભગ ૭ કરોડ ૩૮ લાખ રૂપિયા)નું પુરસ્કાર મળ્યું છે. રણજિત દિસાલે હવે આ રકમનો અડધો હિસ્સો પોતાના સાથીઓને આપવાની જાહેરાત કરી ચૂક્યા છે. કોરોના મહામારીના કાળમાં શાળાઓ બિલકુલ બંધ છે. શાળાઓમાં ડિજિટલ લર્નિંગ થઈ તો રહ્યું છે
પરંતુ તે પૂરતું નથી. ખાસ કરીને છોકરીઓ તેમાં પાછળ જઈ રહી છે કારણ કે તેમના હાથમાં મોબાઇલ ઓછો આવતો હોય છે. બીજી તરફ આવા સમયે દેશના એક નાનકડા ગામના શિક્ષણે છોકરીઓના શિક્ષણમાં શાનદાર યોગદાન આપ્યું છે. વર્ષ ૨૦૦૯માં દિસાલે જ્યારે ત્યાં પ્રાથમિક શાળાએ પહોંચ્યા તો શાળાની હાલત ખૂબ ખરાબ હતી. શાળાના નામ પર જે ઈમારત હતી તે ખરાબ સ્થિતિમાં હતી. સ્પષ્ટ રીતે લાગતું હતું કે તેઓ પશુઓ રાખવાની અને સ્ટોર રુમના કામે આવતી હતી.
લોકોએ પોતાના બાળકો અને ખાસ કરીને દીકરીઓને ભણાવવામાં કોઈ રસ નહોતો કારણ કે તેમનું માનવું હતું કે તેનાથી કંઈ બદલાવવાનું નથી. રણજિત સિંહ દિસાલેએ આ સ્થિતિ બદલાવાની જવાબદારી ઉપાડી. ઘરે ઘરે જઈને બાળકોના વડિલોને શિક્ષણ માટે તૈયાર કરવાનું એકમાત્ર કામ નહોતું. તેની સાથે જ વધુ એક સમસ્યા હતી પાઠ્યપુસ્તકો અંગ્રેજીમાં હતા. દિસાલેએ ત્યારે એક-એક કરીને પાઠ્યપુસ્તકોનો માતૃભાષામાં અનુવાદ કર્યો.
આ ઉપરાંત તેની સાથે ટેક્નોલોજી પણ જોડી દીધી. આ ટેક્નોલોજી હતી ક્યૂઆર કોડ આપવા જેથી સ્ટુડન્ટ્સ વીડિયો લેક્ચર અટેન્ડ કરી શકે અને પોતાની જ ભાષામાં કવિતાઓ-વાર્તાઓ સાંભળી શકે. ત્યારબાદથી જ ગામ અને આસપાસના વિસ્તારોમાં બાળ વિવાહનો દર ઝડપથી ઘટવા લાગ્યો.