મહારાષ્ટ્રના સૌથી મોટા સેન્ટર પર વિકસીન નહીં હોવાનાનુંં બોર્ડ લાગ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/nasal_sampl-ANI-scaled.jpg)
Files Photo
મુંબઇ: મહારાષ્ટ્રના રસીકરણ કેન્દ્રના ડીને કહ્યું, ‘અમારી પાસે કોવિશિલ્ડના ૩૫૦ થી ૪૦૦ ડોઝ હતા, જે અમે લોકોને આપ્યા હતા. અમે વધુ ડોઝની રાહ જાેઈ રહ્યા છીએ.મહારાષ્ટ્રના સૌથી મોટા કોવિડ રસીકરણ કેન્દ્રમાં ડોઝ ખૂટી પડતાં સેન્ટરને બંધ કરવાની નોબત આવી છે. ત્યાં રસી લેવા ગયેલા વરિષ્ઠ નાગરિકો નિરાશ થયા હતા અને રસી લીધા વિના પાછા ફર્યા હતા.
વૅક્સિનના ડોઝ પૂર્ણ થયા પછી રસીકરણ કેન્દ્રની બહાર વેકસીન આઉટ ઓફ સ્ટોક’ બોર્ડ લગાવવામાં આવ્યું છે. રસીકરણ કેન્દ્રના ડીને કહ્યું, ‘અમારી પાસે કોવિશિલ્ડની ૩૫૦ થી ૪૦૦ ડોઝ હતા, જે અમે લોકોને આપી દીધા હતા. અમે વધુ રસીના ડોઝ માટે રાહ જાેઈ રહ્યા છીએ.
કોવોક્સિનના લગભગ ૨૦૦૦ ડોઝ બીજા ડોઝ માટે ઉપલબ્ધ છે, જે લોકોને આપવામાં આવી રહ્યાં છે.રસીકરણ કેન્દ્રના ડીન રાજેશ ડેરે જણાવ્યું હતું કે ‘અમને જાણ કરવામાં આવી છે કે સાંજ સુધીમાં અમને કોવિશિલ્ડની માત્રા મળી જશે. જાે આવું થાય, તો અમે આવતી કાલથી રસીકરણ શરૂ કરીશું. ગઈ રાતે અમને કોવિશિલ્ડ ડોઝના ખૂટી પડવા મામલે અમને ખબર પડી.