Western Times News

Gujarati News

મહારાષ્ટ્રની ચૂંટણીમાં 1,007 કરોડપતિ ઉમેદવારો

2014 કરતા મહારાષ્ટ્રમાં કરોડપતિ ઉમેદવારો ઓછાઃ ત્રણ સૌથી વધુ ધનિક ઉમેદવારોમાં ટોચનાં બે ઉમેદવારો ભાજપના જ્યારે ત્રીજાે ઉમેદવાર કોંગ્રેસનો 
નવી દિલ્હી, 2014  ના ઈલેકશન વખતે  1,095 કરોડપતિઓથી નીચે મહારાષ્ટ્રમાં આ વખતે 1,007 કરોડપતિ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યુ  છે. જ્યારે મહારાષ્ટ્ર ઇલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટી દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે, 59 ઉમેદવારોએ નીલ સંપત્તિ જાહેર કરી છે.

અહેવાલમાં જણાવાયું છે કે 2019ની વિધાનસભા ચૂંટણીમાં 288 સીટો માટે આવેલા આવેદનમાં  3112 ઉમેદવારોમાંથી, 1007 કરોડપતિ છે, એમ અહેવાલમાં જણાવાયું છે કે, “2014 ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં 2336 ઉમેદવારોમાંથી, 1095 કરોડપતિ હતા.” પાર્ટી મુજબના, ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના સર્વેક્ષણ કરાયેલા 162 ઉમેદવારોમાંથી 155 ઉમેદવાર કરોડપતિ હતા.

એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, એનસીપીના 116 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 11.43 કરોડ રૂપિયા છે, 99 મનસેના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 2.29 કરોડ રૂપિયા છે અને 1,359 અપક્ષ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 1.71 કરોડ રૂપિયા છે. ત્રણ સૌથી વધુ ધનિક ઉમેદવારોમાં ટોચનાં બે ઉમેદવારો ભાજપના જ્યારે ત્રીજાે ઉમેદવાર કોંગ્રેસનો છે.

કુલ 3237 ઉમેદવારોએ મહારાષ્ટ્રમાં દાવેદારી નોંધાવી છે.  એવા 125 ઉમેદવારો છે કે જેઓ અહેવાલ બનાવતી વખતે ચૂંટણી પંચની વેબસાઇટ પર તેમના સંપૂર્ણ અને યોગ્ય રીતે સ્કેન કરેલા એફિડેવિટ્સની ઉપલબ્ધિના કારણે વિશ્લેષણ કરવામાં આવ્યાં નથી.”

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વિશ્લેષણ કરાયેલ ઉમેદવાર દીઠ સંપત્તિની સરેરાશ 4.22 કરોડ છે. અત્રે ઉલ્લેખનીય છે કે,  21 ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે જે માટે તમામ પાર્ટીના  ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.