મહારાષ્ટ્રમાં આ વખતે ગણેશ ઉત્સવમાં 4 ફૂટથી મોટી પ્રતિમા પર પ્રતિબંધ
મહારાષ્ટ્ર સરકારએ શનિવારે ગણેશ ઉત્સવને લઇને એસઓપી જાહેર કર્યું છે. જે મુજબ પંડાલોને ચાર ફૂટ ઊંચી ગણેશ પ્રતિમા લાવવાની જ છૂટ મળશે. મહારાષ્ટ્ર હોમ ડિપાર્ટમેન્ટની તરફથી જાહેર કરવામાં આવેલી એસઓપી મુજબ, ઘરમાં લાવવામાં આવતી ગણેશ પ્રતિમા 2 ફૂટથી વધુ મોટી ન હોવી જોઇએ. સાથે જ લોકોને ઘરમાં જ ગણેશ મહોત્સવ ઉજવવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ કોઇને પણ પ્રતિમા ખરીદવી છે તો તેમને પર્યાવરણને અનુકૂળ માટીથી બનાવેલી મૂર્તિઓને પ્રાથમિકતા આપવી પડશે.
સરકારે કહ્યું કે કોરોના મહામારીના વધતા કહેરને લઇને ગણેશ મહોત્સવ એકદમ સાધારણ રીતે મનાવવામાં આવશે. ગણેશ મહોત્સવના પંડાલોમાં ગણેશ પ્રતિમાની ઊંચાઇ 4 ફૂટથી વધુ ઊંચી ન હોવી જોઇએ. સાથે જ આ વખતે ઘરની અંદર જ ગણેશ મહોત્સવનું આયોજન અને ઘરની અંદર વિસર્જન થાય તેવો પ્રયાસ કરવાની સૂચના આપવામાં આવી છે. અને જો આમ ન કરી શકો તો નજીકના કુત્રિમ તળાવમાં તેને વિસર્જન કરો. 2021ની માઘી ગણપતિ થી માઘી ગણપતિ સુધી વિસર્જન સ્થગિત કરવા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના બદલે રક્તદાન જેવી સામાજિક સેવાને પહેલ કરવાની વાત પણ કહેવાઇ છે.
કોરોના વાયરસની અસર આ વખતે ઉત્સવો પર પણ પડી છે. મહારાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ ગણપતિ મંડલોમાં સામેલ લાલબાગચા રાજા આ વખતે ગણપતિ ઉત્સવ નહીં મનાવે. કોરોના મહામારીના કારણે લાલબાગચા ગણપતિ મંડળે આ નિર્ણય લીધો છે. આ વખતે ગણેશ ચતુર્થી 22 ઓગસ્ટથી શરૂ થશે. મંડલના અધિકારીઓનું કહેવું છે કે ગણપતિની લંબાઇ ઓછી નહીં કરી શકાય. જો નાની મૂતિ લાવીએ તો પણ બાપ્પાના દર્શન માટે ભીડ તો લાગશે. તેવામાં સુરક્ષાને ધ્યાનમાં લઇને લાલબાગચા રાજાએ ના કોઇ નાની મૂર્તિ અને ના જ વિર્સજનનો નિર્ણય લીધો છે. પછી કદાચ આ વખતે અન્ય મોટા પંડાલ પણ આ રસ્તે ચાલે તો નવાઇ નહીં.