મહારાષ્ટ્રમાં ઓડિટોરિયમ અને સિનેમા હોલ ૨૨ ઓક્ટોમ્બરથી ખુલી જશે
મુંબઇ, મહારાષ્ટ્ર હજુ પણ દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્ય છે, પરંતુ હવે ત્યાં દૈનિક કેસોની સંખ્યા ઘણી ઘટી છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે ૨૨ ઓક્ટોબરથી લાગુ થશે. આ અંતર્ગત, ઓડિટોરિયમ અને સિનેમા હોલને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે. સરકારના આ ર્નિણયને કારણે ફિલ્મ ઉદ્યોગમાં ખુશીનું વાતાવરણ છે, કારણ કે તેઓ લાંબા સમયથી થિયેટરો ખોલવાની માંગ કરી રહ્યા હતા.
મહારાષ્ટ્રમાં ૧૭૩૬ નવા કેસ નોંધાયા, જે ૧૭ મહિનાની સૌથી ઓછા છે. આ સિવાય ૩૬ લોકોના મોત થયા છે. આને કારણે, હવે ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૬૫,૭૯,૬૦૮ છે, જેમાંથી ૧,૩૯,૫૭૮ મૃત્યુ પામ્યા છે.
દૈનિક સંખ્યામાં તીવ્ર ઘટાડા બાદ હવે સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે ૨૨ ઓક્ટોબરથી લાગુ થશે.નવી માર્ગદર્શિકાની મહત્વના તથ્ય- સિનેમા હોલ / થિયેટરો / મલ્ટિપ્લેક્સ / ઓડિટોરિયમ ખોલવાની પરવાનગી, પરંતુ ક્ષમતાના માત્ર ૫૦ ટકા લોકોને બેસવાની મંજૂરી છે.
ત્યાં આવતા લોકોના ફોનમાં આરોગ્ય સેતુ એપ હોવી જરૂરી છે, જેમાં સ્ટેટસ સેફ દેખાવું જાેઈએ. આ સિવાય, લોકો કોવિડ રસીકરણનું પ્રમાણપત્ર પણ બતાવી શકે છે. ફૂડ કોર્ટ/ક્લીનર્સ સહિત તમામ કર્મચારીઓ માટે રસીના બંને ડોઝ જરૂરી છે.
ઉપરાંત, કર્મચારીઓ બીજા ડોઝના માત્ર ૧૪ દિવસ પછી જ કામ પર આવશે. ભીડ ટાળવા માટે મલ્ટિપ્લેક્સમાં શોના સમયમાં ફેરફાર. ટિકિટ બુક કરવા, ખાવા-પીવા માટે ચૂકવણી કરવા માટે ડિજિટલ નો-કોન્ટેક્ટ પેમેન્ટ પ્રક્રિયાનો ઉપયોગ કરવો જાેઈએ. પાર્કિંગની જગ્યા પર થર્મલ સ્ક્રિનિંગ કરવું જરૂરી છે.
લક્ષણો વગરના લોકોમાં પ્રવેશ. માસ્ક પહેરવું અને સામાજિક અંતરનું પાલન કરવું જરૂરી છે. નિયમિતપણે હાથ સાફ કરવાની સલાહ. સ્ક્રીનીંગ હોલની અંદર કોઈ પણ ખાદ્ય અને પીણાને મંજૂરી આપવામાં આવશે નહીં. ફક્ત પેકેજ્ડ ફૂડ અને પીણાં ખરીદવાની મંજૂરી છે.
નાટક થિયેટરો માટે આ સૂચનાઓ જાેઇએ તો માત્ર નિયુક્ત લોકોને જ પડદા પાછળ, સ્ટેજ પર આવવાની મંજૂરી છે. કાસ્ટ અને તેની સાથે સંકળાયેલા અન્ય સભ્યોની તબીબી તપાસ જરૂરી છે. બેકસ્ટેજ/ગ્રીન રૂમમાં કોઈ મહેમાનોને મંજૂરી નથી. બાળ કલાકારને સલામત સ્થિતિ દર્શાવતી આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવાનો રહેશે. તેમની નિયમિત તપાસ કરવાની ભલામણ કરવામાં આવે છે.HS