મહારાષ્ટ્રમાં કાનુનનું રાજ, બદલાની ભાવનાથી કાર્યવાહી થતી નથી: રાઉત
નવીદિલ્હી, વરિષ્ઠ પત્રકાર અને રિપબ્લિકન ટીવીના એડિટર ઇન ચીફ અર્ણબ ગોસ્વામીની ધરપકડ પર શિવસેનાના સાંસદ અને પ્રવકતા સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં કાનુનનું રાજ છે અને અહીં બદલાની ભાવનાથી કાર્યવાહી કરવામાં આવતી નથી તેમણે કહ્યું કે જે કોઇ પણ કાનુનનો ભંગ કરશે તેની વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી કરશે રાઉતને જયારે અર્ણબની ધરપકડ બાબતે પુછવામાં આવ્યું કે શું અર્ણબ ગોસ્વામી પર પોલીસ કાર્યવાહી બદલાની કાર્યવાહી થઇ છે તે તેમણે આ જવાબ આપ્યો હતો.
રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રની સરકાર કયારેય બદલવાની ભાવનાથી કાર્યવાહી કરતી નથી મહારાષ્ટ્રમાં કાનુનનું રાજ ચાલે છે પોલીસને તપાસમાં કોઇ પુરાવા હાથ લાગ્યા હોય તો પોલીસ કોઇ પણ કાર્યવાહી કરી શકે છે.
દરમિયાન આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે અર્ણબની ધરપકડને ભારતીય લોકતંત્ર માટે કાળો દિવસ ગણાવ્યો છે તેમણે ટ્વીટ કર્યું કે ભારતીય લોકતંત્રનો એક કાળો દિવસ હું મુંબઇ પોલીસ દ્વારા વરિષ્ઠ પત્રકાર ગોસ્વામી પર હુમલાની કડક ટીકા કરૂ છું વેંડેટા રાજનીતિને રોકવી જાેઇતી હતુ અને ગોસ્વામીને તાકિદે મુકત કરી મહારાષ્ટ્રમાં પ્રેસની સ્વતંત્રતાને બનાવી રાખવી જાેઇએ હતી.
કેન્દ્રીય કાનુન મંત્રી અને ભાજપ નેતા રવિશંકર પ્રસાદે પણ અર્ણબ ગોસ્વામીની ધરપકડની સખ્ત ટીકા કરી છે તેમણે લખ્યું કે વરિષ્ઠ પત્રકાર ગોસ્વામીની ધરપકડ ગંભીર રીતે નિંદનીય છે.અયોગ્ય અને ચિંતાજનક છે. અમે ૧૯૭૫ની કટોકટીનો વિરોધ કરતા પ્રેસની સ્વતંત્રતા માટે લડાઇ લડી હતી.
આ પહેલા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ તેનો વિરોધ કર્યો હતો તેમણે એક ટ્વીટ કરી કહ્યું કે અમે મહારાષ્ટ્રમાં પ્રેસની સ્વતંત્રતા પર થયેલા આ હુમલાની ટીકા કરીએ છીએ. પ્રેસની સાથે વર્તાવ કરવાની આ યોગ્ય પધ્ધતિ નથી તેનાથી કટોકટીના દિવસોની યાદ આવી રહી છે.જયારે પ્રેસથી આવો વ્યવહાર કરવામાં આવતો હતો.HS