મહારાષ્ટ્રમાં કાપડ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ લાગી ભીષણ આગ, એકનું મોત
મહારાષ્ટ, એક મહારાષ્ટ્રના બોઇસરમાં શનિવારે સવારે મોટો વિસ્ફોટ થયો. જખારિયા ફેબ્રિક્સ લિમિટેડમાં જાેરદાર વિસ્ફોટ સાથે આગ લાગી હતી. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને બહાર કાવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
મહારાષ્ટ્રના બોઇસરમાં જાખરીયા ફેબ્રિક લિમિટેડમાં વિસ્ફોટને કારણે ફાટી નીકળેલી આગમાં ચાર ઘાયલ થયા છે. સ્થળ પર પોલીસ અને ફાયર ટેન્ડર પણ પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા હતા
હમણાં જ મળી આવેલ સમાચાર મુજબ પોલીસે જણાવ્યું હતું કે એક વ્યક્તિનું શબ મળી આવ્યું હતું અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.HS