મહારાષ્ટ્રમાં કોરોનાથી દર ૩ મિનિટે ૧ વ્યક્તિ જીવ ગુમાવે છે
મુંબઇ: કોરોનાથી સૌથી વધારે પીડિત રાજ્ય મહારાષ્ટ્રમાં કહેર ચાલું છે. સ્થિતિ એ છે કે રાજ્યમાં દર કલાકમાં ૨ હજાર નવા કેસ મળી રહ્યા છે. આંકડાથી જાણવા મળે છે કે ૨૮૫૯ લોકો દર મિનિટે કોરોનાના સંપર્કમાં આવી રહ્યા છે અને એટલું જ નહીં દર ૩ મિનિટ પર આ વાયરસથી એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં દર રોજ કોરોનાના રેકોર્ડ મામલા આવી રહ્યા છે.કોરોનાના ૬૮ હજાર ૬૩૧ નવા કેસ નોંધાયા છે.
આ પહેલી વાર છે જ્યારે રાજ્યમાં ૧ દિવસની અંદર કોરોનાના આટલા મામલા આવ્યા હોય. નવા મામલા બાદ અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૩૮ લાખ ૩૯ હજાર ૩૩૮ મામલા આવી ચૂક્યા છે. એટલું જ નહીં રવિવારે રાજ્યમાં રિકોર્ડ બ્રેક ૫૦૩ લોકોના મોત થયા છે. જે બાદ કોરોનાથી મરનારાની સંખ્યા ૬૦ હજારને પાર પહોંચી ગઈ છે. નવા મામલા ૮ હજાર ૪૬૮ કેસ મુંબઈના છે.
એકલા મુંબઈમાં જ અત્યાર સુધી કોરોનાથી ૧૨ હજાર ૩૫૪ લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં હાલમાં મિની લોકડાઉન ચાલૂ છે. જેમાં તમામ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જાે કે આની અસર અત્યાર સુધી નથી જાેવા મળી. રાજ્યમાં વીકેન્ડ લોકડાઉન, કલમ ૧૪૪ લાગૂ છે.દેશમાં ઓકિસજનની અછત હોવાના અહેવાલો પણ મળી કહ્યાં છે
જાે કે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં કોઈ પણ કોરોનાના દર્દીનું મોત ઓક્સિજનની અછતના કારણે નથી થયુ. તેમણે એમ પણ કહ્યું કે કોરોનાના દર્દીનું મોત એટલા માટે થઈ રહ્યું છે કેમ કે તે હોસ્પિટલમાં મોડેથી પહોંચી રહ્યા છે.