મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે અને ખુબ લોકો ઠીક થયા છે: રાઉત
મુંબઇ, મહારાષ્ટ્રમાં કોરોનાના મામલા ખુબ વધી રહ્યાં છે કોવિડ ૧૯ના મામલામાં મહારાષ્ટ્રે ભારતના તમામ રાજયો જ નહીં પરંતુ દેશને પણ પાછળ છોડી દીધુ છે આ દરમિયાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્ર સરકારનો બચાવ કરતા કહ્યંુ કે પ્રદેશમાં કોરોનાથી રિકવરી કરનારાઓની સંખ્યા વધી છે. રાઉતે ધારાવીનો હવાલો આપતાં કહ્યું કે તે આ તથ્ય એટલા માટે બતાવી રહ્યાં છે કારણ કે ગત દિવસોમાં ગૃહમાં સાંસદોએ મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી હતી.
શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે તેમની માતા અને ભાઇ પણ કોરોના સંક્રમિત છે તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોનાથી ખુબ સારા લોકો રિકવર થઇ રહ્યાં છે આ ઉપરાંત આજે ધારાવીમાં સ્થિતિ ખુબ નિયંત્રણમાં છે ડબ્લ્યુએચઓએ પણ આ મામલામાં બીએમસીની પ્રશંસા કરી છે હું તમામ તથ્યોની બાબતમાં એટલા માટે બતાવી રહ્યો છું કારણ કે ગઇકાલે કેટલાક સભ્યોએ મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી હતી.
રાઉતે આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અર્જૂનરામ મેધવાલે ભાભીજીના પાપડ પર પણ ટીપ્પણી કરી હતી રાઉતે કહ્યું કે હું સભ્યોને પુછવા માંગુ છું કે આટલા લોકો આખરે કોરોનાથી રિકવર કેવી રીતે થયા શું લોકો ભાભીજીના પાપડ ખાઇને ઠીક થયા છે. તેમણે કહ્યું કે આ કોઇ રાજનીતિક લડાઇ નથી પરંતુ આ લોકોની જીંદગી બચાવવાની લડાઇ છે. એ યાદ રહે કે રાઉત કોરોના વાયરસના મુદ્દા પર આરોગ્ય મંત્રી હર્ષવર્ધનના નિવેદન પર ચર્ચા દરમિયાન બોલી રહ્યાં હતાં.
એ યાદ રહે કે રાજયસભાની કાર્યવાહી દરમિયાન અનેક સાંસદોએ મહારાષ્ટ્રમાં બેકાબુ કોરોના પર ચિંતા વ્યકત કરી હતી તેમણે આ મુદ્દે ઉદ્વવ સરકારની ટીકા કરી હતી આ ક્રમમાં ભાજપ સાંસદજ વિનય સહસ્ત્રબુધ્ધે પણ મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી હતી ત્યારે જયા બચ્ચને તેમને જવાબ આપતાં મહારાષ્ટ્ર સરકારનું સમર્થન કર્યું તેમણે કહ્યું કે તેમના પરિવારમાં ચાર લોકો કોરોના સંક્રમિત થયા હતાં તેમની હોસ્પિટલમાં સારી રીતે સારવાર થઇ અને તેમનું ખુબ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
એ યાદ રહે કે મહારાષ્ટ્રમાં કોરોના મહામારીનો કહેર અટકવાનું નામ લઇ રહ્યો નથી મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણથી ૨૩,૩૬૫ નવા મામલા સામે આવ્યા છે જયારે કોવિડ ૧૯ મામલા વધવાને કારણે નાગપુર શહેરમાં આ મહીનાના બાકીના બચેલા બે અઠવાડીયા દરમિયાન શનિવાર અને રવિવારે જનતા કરફયુ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત મહારાષ્ટ્રમાં મહામારીને કારણે એક દિવસમાં ૪૭૪ લોકોના મોત નિપજયા છે મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે રાજયમાં કુલ ૧૭,૫૫૯ લોકોએ મહામારીને પરાજય આપ્યો છે ત્યારબાદ તેમણે અલગ અલગ હોસ્પિટલોથી રજા આપવામાં આવી છે રાજયમાં અત્યાર સુધી કુલ ૭ લાખ ૯૨ હજાર ૮૩૨ કોવિડ ૧૯ દર્દી ઠીક થઇ ચુકયા છે આરોગ્ય વિભાગ અનુસાર વર્તમાન સમયમાં મહારાષ્ટ્રમાં ૨,૯૭,૧૨૫ દર્દીઓ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.HS