મહારાષ્ટ્રમાં કોરોના પછી બર્ડ ફલુનો કહેર
મુંબઇ, દેશમાં બર્ડ ફલુનો કહેર જારી છે.મધ્યપ્રદેશના પાટનગર ભોપાલ ખાતે કેન્દ્રીય પ્રયોગશાળા આઇસીએઆર નેશનલ ઇસ્ટીટયુટ ઓફ હાઇ સિકયોરિટી એનિમલ ડિજીજ (એનઆઇએચએસએડી)એ મહારાષ્ટ્રના નંદુરબાર જીલ્લાના નવાપુરમાં ૧૨ વધુ પોલ્ટ્રી ફાર્મામાં બર્ડ ફલુથી પક્ષઓના મારવાની પુષ્ટી કરી છે
આ સાથે પ્રભાવિત પોલ્ટ્રી ફાર્માની સંખ્યા વધી ૧૬ થઇ ગઇ છે ત્યારબાદ પ્રશાસને નવાપુરમાં રાજયના એક લાખથી વધુ મરધાને મારવા માટે અલગ કરી દીધા રાજયમાં ૧,૨૯૧ પક્ષીઓના મોત બર્ડ ફલુથી થયા જેમાં ૧૨૬૬ પોલ્ટ્રી પક્ષી છે આ સાથે જ બર્ડ ફલુથી મરનારા પક્ષીઓની સંખ્યા વધી ૪૧,૫૦૪ પહોંચી ગઇ એ યાદ રહે કે નવાપુર તાલુકાના ૨૮ પોસ્ટ્રી ફાર્મામાં કુલ ૯.૫૦ લાખ મરધા છે.
બર્ડ ફલુથી પોલ્ટ્રી ફાર્મને ભારે નુકસાન થશે પ્રશાસને નવાપુરમાં ઇડા અને મરધાના વેચાણ પર પ્રતિબધ લગાવી દીધો છે નવાપુરાં પોલ્ટ્રી ફાર્મ સૌથી વધુ છે પશુપાલન વિભાગની ૧૦૦ ટીમ નંદુરબાર પહોંચી ગઇ છે આ પહેલા ૨૦૦૬માં પણ નવાપુરમાં બર્ફ ફલુ ફેલાયો હતો વર્ષ ૨૦૦૬ની સરખામણીમાં આ વર્ષ નવાપુરમાં બર્ફ ફલુની અસર ખુબ ઓછી છે.
પ્રશાસને નવાપુરમાં ગ્રામીણોને દેશી મરધા ચિકન બતક કબુતર સહિત અન્ય પક્ષીઓને ઘરમાં એકત્રિત કરવા રાખવાનો આદેશ આપ્યો છએ લકોને તમામ પક્ષીઓને પ્રશાસનના હવાલે કરવા પડશે ગામમાં પાલતુ પક્ષીઓને લઇ જવા માટે સરકારી ટ્રેકટર અને પિકઅપ આવશે.
આદેશનો ભંગ કરનારાઓ પર ડિજાસ્ટર મેનેજમેંટ એકટ ૨૦૦૫ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે નાસિકના પશુપાલન કમિશ્નરે નવાપુર તાલુકામાં પ્રવાસ કરી પોલ્ટ્રી ફાર્મનું નિરીક્ષણ કર્યું વેપારીઓ અને અધિકારીઓને બર્ડ ફલુની બાબતમાં જાગૃત કરવામાં આવ્યા જયારે વેપારીઓએ નુકસાનની ભરપાઇ રવાની માંગ કરી છે.