મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ ૪૭ વાર રંગ બદલી ચૂક્યો છે
મહારાષ્ટ્રમાં ફેબ્રુઆરીમાં વાયરસના એસ પ્રોટીનમાં સૌથી વધારે મ્યૂટેશન જાેવા મળ્યા હતા, મહારાષ્ટ્રમાં કોરોના ઘાતક
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોનાને લઈને રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ૩ મહિનામાં અહીં અલગ અલગ લોકોમાં નવા વેરિઅન્ટ જાેવા મળ્યા છે. વૈજ્ઞાનિકોને શંકા છે કે હજુ પણ પ્લાઝમા, રેમડેસિવિર અને સ્ટીરોઈડની દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે અને તેનાથી મ્યૂટેશનને વેગ મળી રહ્યો છે.
આ માટે અન્ય રાજ્યોમાં સિક્વન્સિંગ વધારવાની જરૂર છે. રિસર્ચમાં મહારાષ્ટ્રના અનેક જિલ્લાને સામેલ કરાયા છે. કારણકે દેશમાં સૌથી વધારે કોરોના સંક્રમણની અસર ગયા એક વર્ષમાં મહારાષ્ટ્રમા સૌથી વધારે રહી હતી. મહારાષ્ટ્રમાં ફેબ્રુઆરીમાં વાયરસના એસ પ્રોટીનમાં સૌથી વધારે મ્યૂટેશન જાેવા મળ્યા હતા. એક એક મ્યૂટેશનની જાણકારી લેવામાં આવી રહી છે.
તેઓએ કહ્યું કે વાયરસમાં સતત થઈ રહેલા મ્યૂટેશન અને સંક્રમણના વધતા એક ગંભીર સ્થિતિનું પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે એક અધિકારીએ કહ્યું કે બી.૧.૬૧૭ વેરિઅન્ટ કુલ ૫૪ દેશમાં મળી રહ્યો છે. તેના એક અન્ય મ્યૂટેશનને જેલ્ટા વેરિઅન્ટ નામ અપાયું છે. ભારતમાં અન્ય લહેરમાં સ્થાનિક સ્તરે મ્યૂટેશનને લઈને વધારે જીનોમ સિક્વન્સિંગની જરૂર છે. જેથી મ્યૂટેશનની જાણકારી મળી શકે.