Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના નવા ૪,૧૪૫ કેસ સામે આવ્યા

Files Photo

મુંબઇ, મહારાષ્ટ્રમાં કોવિડ -૧૯ના ૪,૧૪૫ નવા કેસો આવવાથી કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને ૬૩,૯૬,૮૦૫ થઈ ગઈ છે, જ્યારે વધુ ૧૦૦ દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક ૧,૩૫,૧૩૯ પર પહોંચી ગયો છે. રાજ્યના આરોગ્ય વિભાગના એક અધિકારીએ આ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં નંદુરબારમાં કોરોના વાયરસનો કોઈ દર્દી સારવાર હેઠળ નથી, જેના કારણે આ જિલ્લો હવે કોરોનામુક્ત છે.

આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ૫,૮૧૧ દર્દીઓ સંક્રમણમાંથી સ્વસ્થ થયા હોવાની પુષ્ટિ થઈ છે, ત્યારબાદ સંક્રમણ મુક્ત બનેલા લોકોની સંખ્યા વધીને ૬૧,૯૫,૭૪૪ થઈ ગઈ છે.હાલમાં મહારાષ્ટ્રમાં કોવિડ -૧૯ ના ૬૨,૪૫૨ દર્દીઓ સારવાર હેઠળ છે. ચેપમાંથી રિકવરી રેટ ૯૬.૮૬ ટકા થયો છે જ્યારે મૃત્યુ દર ૨.૧૧ ટકા છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કોવિડ -૧૯ માટે ૫,૧૧,૧૧,૮૯૫ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી છેલ્લા ૨૪ કલાકમાં ૧,૫૨,૧૬૫ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

થોડા દિવસો પહેલા ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી મુંબઈમાં પ્રથમ મૃત્યુનો કેસ નોંધાયો હતો. જુલાઈમાં ઘાટકોપરમાં રહેતી એક મહિલાનું કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી મૃત્યુ થયું હતું. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના આ પ્રકારથી મૃત્યુનો આ બીજાે કેસ છે. પ્રથમ કિસ્સામાં, ૮૦ વર્ષીય મહિલાનું ૧૩ જૂનના રોજ રત્નાગિરીમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે મૃત્યુ થયું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.