મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ મૃત્યુદરમાં ૧૧ ટકાનો વધારો નોંધાયો
મુંબઇ: કોરોનાની બીજી લહેરથી પણ મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત થયું, જ્યાં દરરોજના કેસે બધા જ રેકોર્ડ તોડી દીધા છે. જાે કે રાજ્યમાં કોવિડના મામલા અને મોત બંનેના આંકડામાં ગિરાવટ આવી રહી છે, પરંતુ મૃત્યુદર વધી રહ્યો છે. એક રિપોર્ટ મુજબ ૧થી ૧૧ જૂન વચ્ચે રાજ્યએ ૨.૪૧% ની સીએફઆર નોંધી, જે મેના પહેલા ૧૧ દિવસમાં ૧.૪૫% અને એપ્રિલમાં આ અવધિમાં ૦.૫% હતી. જાે કે ૧ જૂનથી ૧૧ જૂન વચ્ચે મામલામાં એપ્રિલની આ અવધિની સરખામણીમાં ૭૬%ની ગિરાવટ આવી છે, પરંતુ મોતમાં ૧૧%નો વધારો નોંધાયો છે.
અધિકારીઓએ કહ્યું કે મુંબઈ, પુણે અને નાગપુર જેવા મોટા શહેર, જ્યાં પહેલાં કોરોના મહામારી પોતાની ચરમ પર હતી, જ્યારે મોતના મામલા સ્થિર થઈ ગયા છે, પરંતુ નાના જિલ્લા અને કસબામાં આંકડા વધી રહ્યા છે. હાલના સમયમાં કેટલાય જિલ્લામાં સીએફઆર વધુ છે, જે દર્શાવે છે કે રાજ્ય હજી સંપૂર્ણપણે બહાર નથી. તેમણે આગળ કહ્યું કે સતારા, કોલ્હાપુર અને રત્નાગિરી જેવા જિલ્લામાં મોત હવે મુંબઈની સરખામણીએ વધુ થઈ રહ્યા છે.
જાે કે ઉમ્મીદ જતાવાઈ રહી છે કે આગલા બે અઠવાડિયામાં આ જગ્યાએ ગિરાવટ નોંધાશે. પબ્લિક હેલ્થ ફાઉંડેશન ઑફ ઈન્ડિયાના મહામારી નિષ્ણાંત ડૉ ગિરિધર બાબૂએ કહ્યું કે ટોટલમાં પાંચ અંકની સંખ્યા જાેડવાથી નિશ્ચિત રૂપે મૃત્યુદરમાં બદલાવ આવશે. કેટલીય જગ્યાએ મહામારીની પીક ખતમ થયા બાદ જૂના મોતનો આંકડો જાેડવામાં આવી રહ્યો છે, કેમ કે મોતના આંકડાને કોઈ છૂપાવી ન શકે. બિહારમાં તો સાચા આંકડા માટે કોર્ટે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો, એવામાં દરેક રાજ્યોમાં આવા પ્રકારની જરૂરત છે.