મહારાષ્ટ્રમાં દોઢ વર્ષની પુત્રીએ પાંચ રૂપિયા માંગ્યા તો પિતાએ મોતને ઘાટ ઉતારી
મુંબઇ, મહારાષ્ટ્રના ગોદિંયા જીલ્લામાં દિલ ધ્રુજાવી જે તેવો મામલો સામે આવ્યો છે અહીં એક વ્યક્તિએ માત્ર પાંચ રૂપિયા માંગવા પર પોતાની દોઢ મહીનીની પુત્રીને જાનથી મારી નાખી છે. પત્નીએ મામલાની માહિતી પોલીસને આપી ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર આ સમગ્ર ધટનાક્રમ ગોદિંયા જીલ્લાના લોાર ગામની છે અહીં ૨૮ વર્ષીય વિવેક પોતાની પત્ની અને દોઢ વર્ષની પુત્રી વૈષ્ણવીની સાથે રહે છે કહેવાય છે કે વિવેક સાંજના સમયે કામથી પાછો ફર્યો તે દરમિયાન વૈષ્ણવી રોઇ રહી હતી પત્નીએ વિવેકથી પાંચ રૂપિયા માંગ્યા જેથી તે લોટથી બનેલ મિઠાઇ અપાવી પુત્રીને ચુપ કરાવી શકે કહેવાય છે કે પુત્રીના રોવાથી વિવેક અચાનક ગુસ્સે થઇ ગયો અને બાળકીને ઉઠાવી અને રૂમની બહાર લઇ દયો અને દિવાલ પર ભટકાવી પત્નીએ કહ્યું કે તેણે વિવેકને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે પુત્રીને દિવાલ પર ભટકાવી હતી અને ત્યારબાદ માર માર્યો હતો જેથી પુત્રી લોહીલુહાણ થઇ ગઇ આરોપ છે કે પુત્રીની હત્યા બાદ આરોપીએ પોતાની પત્નીને મારવાનો પ્રયાસ કર્યો જાે કે તે બચી ભાગી ગઇ અને પોલીસ સ્ટેશનમાં પહોંચી.
મહિલાએ મામલાની માહિતી પોલીસને આપી ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી અને પોલીસે બાળકીને હોસ્પિટલ ખસેડી પરંતુ ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી. જાણકારી અનુસાર વિવેકના લગ્ન વર્ષ ૨૦૧૮ દરમિયાન થઇ હતી તેને શરાબ પીવાની ટેવ પડી હતી આવામાં પોતાની પત્નીની અવારનવાર પીટાઇ કરતો હતો તેનાથી પરેશાન થઉ લગ્નના કેટલાક દિવસો બાદ જ મહિલા ધર છોડી અલગ રહેવા લાગી હતી જાે કે એક વર્ષ બાદ તેમની વચ્ચે સમજૂતિ થઇ અને બંન્ને સાથે રહેવા લાગ્યા હતાં.HS