મહારાષ્ટ્રમાં ધો.૯ અને ૧૧ના બધા જ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ કરાશે
મુંબઇ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે કે હવે ધોરણ ૯ અને ૧૧ના બધા જ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ કરી દેવામાં આવશે. આ બંને ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા આ વર્ષ માટે રદ કરી દેવામાં આવી છે. બધા જ વિદ્યાર્થીઓને પ્રમોટ કરવાનો ર્નિણય કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને જાેતાં રાજ્ય સરકાર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રની શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે બુધવારે જાહેરાત કરી કે રાજ્યમાં કોરોના વાયરસના કારણે રાજ્યમાં શાળાઓમાં ઓફલાઇન પરીક્ષાઓ કરવી મુશ્કેલ છે. આ વિદ્યાર્થીઓના હીતને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના ધોરણ ૯ અને ૧૧ની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં આ પહેલા જ ધોરણ આઠ સુધીની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. એટલે કે આ વર્ષે હવે માત્ર ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ છોડીને શાળાઓની પરીક્ષાઓને રદ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે અત્યારે ૨૯મી એપ્રિલે ધોરણ ૧૦ તથા ૧૨ની બોર્ડની પરીક્ષાઓ શરૂ કરવામાં આવવાની છે. અત્યારે ધોરણ ૧૦ની પ્રેક્ટિકલ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. આ સિવાય જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા દરમિયાન કોરોના વાયરસની પ્રભાવિત હશે તેમને જૂન મહિનામાં ફરીથી તક આપવામાં આવશે.
નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. આ બીજી લહેરમાં સૌથી વધારે નવા કેસ મહારાષ્ટ્રમાંથી જ સામે આવી રહ્યા છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા નાઈટ કર્ફ્યૂ સહિતના ર્નિણય લેવામાં આવ્યા છે. રાજ્યમાં વધતાં કેસને જાેતાં હવે શાળાઓમાં પરીક્ષા ન લેવા માટે ર્નિણય લેવામાં આવ્યો છે.