મહારાષ્ટ્રમાં નાગરિકોની બેદરકારીને કારણે વધ્યા કોરોનાના કેસ વધ્યા
મુંબઇ: સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ સતત ૩ દિવસોથી ૧૦ હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે સંક્રમિતોની સંખ્યા ૨૨, ૦૮, ૫૮૬ સુધી પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે વિદર્ભ, પૂણે અને મુંબઈમાં ઝડપથી નવા મામલા સામે આવવાના કારણ પાછળ ૧૩ દિવસમાં ૧ લાખ મામલા જાેડાયેલા છે.
કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીકે ટીમ મોકલી છેકેન્દ્ર સરકારનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં કોવિડ ૧૯ના મામલા વધવાના કારણે મહામારીના પ્રત્યે લોકોની ઓછી જાગૃતતા અને ડર ન લાગવા જેવી બાબતો છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર રવિવારે રાજ્યમાં કોરોના વાયરસના ૧૧, ૧૪૧ નવા મામલા સામે આવ્યા છે. ત્યારે ૩૮ લોકોના મોત સંક્રમણના કારણે થયા છે. જેમાં કુલ મોતના આંકડા ૫૨, ૪૭૮ થઈ ગયા છે. આ પહેલા શુક્રવાર અને શનિવારે રાજ્યમાં ક્રમશઃ ૧૦,૨૧૬ અને ૧૦ ૧૮૭ મામલા દાખલ કરવામાં આવ્યા છે.
સંભાજીનગર(ઔરંગાબાદ)માં કોરોનાના કેસમાં વૃદ્ધિ થવાના કારણે વીકેન્ડ પર સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરવાનો ર્નિણય કરાયો છે. તેમજ ૧૧ માર્ચથી ૪ એપ્રિલ સુધી ઔરંગાબાદમાં રાતના સમયે એટલે કે રાતના૯થી સવારના ૬ વાગ્યા સુધી પ્રતિબંધ લાગૂ કરાયો છે. લોકડાઉન દરમિયાન સ્કૂલ, કોલેજ, મેરેજ હોલ બંધ રહેશે.
મહારાષ્ટ્ર એ ૬ રાજ્યોમાં સામેલ છે જ્યાં કુલ સંક્રમિતોના ૮૫ ટકા કેસ નોંધાયા છે. દેશના કુલ કેસના ૫૦ ટકા કેસ મહારાષ્ટ્રમાં હોવાનું મનાય છે. પંચાયતની ચૂંટણી, લગ્ન અને સ્કુલો ખુલવા પર ભીડમાં કોરોનાના નિયમોનું પાલન નથી થઈ રહ્યું જેના કારણે કેસ વધ્યા છે.
કેન્દ્ર સરકારે કહ્યું કે જે રાજ્યોમાં કોરોનાના કેસ વધ્યા છે તેમણે રસીકરણમાં સ્પીડ લાવવી પડશે. એક બેઠકમાં રાજ્યનોને કહ્યું કે ઓછામાં ઓછા ૧૫ દિવસ અને વધુમાં વધુ ૨૮ દિવસોમાં રસીકરણ માટે ખાનગી હોસ્પિટલો સાથે ગઠબંધન કરે. સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા ઓછામાં ઓછા ૨૦ લોકોની શોધ કરવામાં આવે. કેન્દ્રએ કહ્યું કે બેદરકારી ન વર્તો, સંક્રમિતોના સંપર્કમાં આવનારા લોકોને શોધો અને તપાસમાં મૂળ નિયમોનું પાલન કરો. સુક્ષ્મ યોજના બનાવો અને પ્રોટોકોલમાં કડકાઈથી પાલન કરો. હોમ ક્વોરેન્ટાઈન સુનિશ્ચિત કરો, હોટસ્પોર્ટ વિસ્તારમાં ૧૦૦ ટકાની તપાસ કરો અને પ્રસાર પર પ્રતિબંધ લગાવો.