મહારાષ્ટ્રમાં પ્રિન્ટેડ પેપરમાં ખાવાનું આપવા પર પ્રતિબંધ લગાવાયો

મુંબઇ, મહારાષ્ટ્રના ખાદ્ય અને ઔષધી પ્રશાસન (એફડીએ)એ ખાવાની વસ્તુને પ્રિન્ટેડ કાગળમાં આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ વિશે જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે પ્રિન્ટેડ કાગળમાં ખાવાની કોઇ પણ વસ્તુ ના વેચવી જાેઇએ. કારણ કે તે સહી ખૂબ જાેખમી હોય છે.
રાજ્યના દરેક વેપારીઓને ખાવાની વસ્તુ આવા કાગળમાં આપવા માટે તુરંત પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ખાસ કરીને વડાપાઉ, પૌઆ, મિઠાઇ અને ભેળ જેવા સામાન જે લારીઓમાં વેચાતો હોય છે ત્યાં સામાન્ય રીતે પ્લેટની જગ્યાએ કાગળનો ઉપયોગ કરવામાં આવે છે. નવા આદેશ પ્રમાણે આ રીતે ખાવા-પીવાની ચીજવસ્તુઓ વેચનાર પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
એફડીએના આદેશ પ્રમાણે પ્રિન્ટેડ પેપરમાં જે સહીનો ઉપયોગ કરવામાં આવે છે તે કેમિકલયુક્ત હોય છે. તેથી આ પ્રકારના કાગળમાં ખાવાની વસ્તુઓનું વેચાણ ના કરવું જાેઇએ. આ આદેશમાં કહેવામાં આવ્યુ છે કે ભારતીયોને ધીમે ધીમે આ રીતે ઝેર આપવામાં આવી રહ્યું છે.
ભારતમાં મોટાભાગે નાની હોટલો અને વેન્ડર્સમાં આવી જ પ્રથા છે. સામાન્ય રીતે ન્યુઝપેપર કાર્ડબોર્ડના રિસાઇકલ્ડ પેપરથી બનાવવામાં આવે છે. તેથી તેમાં ખૂબ કેમિકલ્સ હોય છે. આ કેમિકલ ઓર્ગન અને ઇમ્યુન સિસ્ટમ પર અસર કરે છે. તેનાથી કેન્સર સંબંધિત બીમારીઓ થઇ શકે છે.
એફડીએના સીનિયર અધિકારી શિવાજી દેસાઇએ કહ્યું કે, ૨૦૧૬માં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઇ)એ આખા દેશ માટે એડવાઇઝરી જાહેર કરી હતી. આ એડવાઇઝરીમાં ફૂડ આઇટમને કાગળમાં લપેટીને આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અમને આ વિશે ઘણી ફરિયાદો મળી છે. આ એડવાઇઝરી લાગુ કરવામાં આવી હોવા છતાં ન્યુઝપેપરમાં ખાવાની આઇટમ આપવામાં આવે છે. તેથી આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.HS