મહારાષ્ટ્રમાં પ્રોટેમ સ્પીકર કોને બનાવાશે ?
મહારાષ્ટ્રમાં સત્તાનો જંગ ખેલાઈ રહ્યો છે ત્યારે ઉચ્ચતમ ન્યાયમૂર્તિઓએ બુધવારે સાંજે 5.00 વાગ્યા સુધી બહુમતી સાબીત કરવાનો આદેશ આપ્યો છે. પ્રોટેમ સ્પીકર કોણ બનશે. પ્રોટેમ સ્પીકરનો રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પદ ( Maharashtra Governor Bhagatsinh Kishiyari) અને ગોપનીયતાના નિયમો અનુસાર વરિષ્ઠ સભ્યોને પ્રોટેમ સ્પીકરની જવાબદારી સોંપવામાં આવી શકે છે.
કોંગ્રેસના મહારાષ્ટ્ર રાજ્યના અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ આઠ વખત વિધાનસભ્ય બની ચુક્યા છે. (Congress Balasaheb Thorat)
ત્યારબાદ રાજ્યના એન.સી.પી.ના અજીત પવાર, જયંત પટિલ અને દીપ વાલ્સે-પાટિલ પણ સાત વખત વિધાયક રહી ચુક્યા છે.
ત્યારબાદ ભાજપના રાધાકૃષ્ણ વિખે પાટિલ અને હરિભાઉ બગાડેનું નામ (BJP Mahrashtra Radhakrishna Vikhe Patil and Haribhau Bagade) આવે છે જે છ વખત વિધાયક રહી ચુક્યા છે. તે સિવાય એન.સી.પી.ના છગન ભુજબળ પણ છ વખત વિધાયક રહી ચુક્યા છે. ત્યારપછી ભાજપના બબનરાવ પચપુટે (BJP Maharashtra Babanrao Pachpute) અને કાલીદાસ કોલાંબકરનો નંબર આવે છે. આ સિવાય કોંગ્રેસના કે સી પડવી (Congress K. C. Padvi) પણ સાત વખત વિધાયક બની ચુક્યા છે.
વિધાનસભા સચિવાલય રાજ્યપાલ પાસે કેટલાંક નામોની યાદી મોકલશે અને તેમાંથી કોઈ એકની પસંદગી કરાશે. સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે એવું લાગી રહ્યુ છે કે કે રાજયપાલ ભાજપના બબનરાવ પચપુટેને પણ પ્રોટેમ સ્પીકર બનાવી શકે છે.